
પાંચમી-છઠ્ઠી લાઈનના કામને લીધે મલાડ રેલવે-સ્ટેશન પર પ્લૅટફૉર્મમાં ફેરબદલ કરવામાં આવ્યો છે ત્યારથી એક નંબરના પ્લૅટફૉર્મ પર ઊતરીને પ્રવાસીઓએ બ્રિજ ચડીને સ્ટેશનની બહાર જવાનું હોવાથી ધસારાના સમયે ભયંકર ગિરદી થાય છે. આ સમસ્યાનું નિવારણ લાવવા રેલવેએ એક નંબરના ટ્રૅકની વેસ્ટ બાજુએ પણ ટેમ્પરરી સ્ટીલનું પ્લૅટફૉર્મ બનાવવાનું નક્કી કર્યું હતું જેથી પ્રવાસીઓ વહેંચાઈ જાય. હવે આ પ્લૅટફૉર્મનું કામ ફુલ સ્પીડમાં ચાલી રહ્યું છે અને બહુ જલદી એ તૈયાર થઈ જશે. ત્યાર બાદ મલાડ રહેતા પ્રવાસીઓની હેરાનગતિ દૂર થઈ જશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
