મીઠી નદીની સફાઈના કામ માટે બે કૉન્ટ્રેક્ટરોને ૨૯ કરોડ રૂપિયાનો કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે, પણ કુર્લા-બીકેસી નજીકના પરિસરમાં મીઠી નદીના કિનારા પર કાટમાળ નાખીને તેના પર મીઠી નદીનો ગાળ નાખીને તેનું ટ્રાન્સપોર્ટેશન કરીને કૉન્ટ્રેક્ટરો પાલિકાને મૂૂર્ખ બનાવીને પૈસા લૂંટી રહ્યા હોવાનો આરોપ બુધવારે યોજાયેલી સ્થાયી સમિતિમાં પુરાવા સાથે કરવામાં આવ્યો હતો. પાલિકા સાથે છેતરપિંડી કરનારા સંબંધિત કૉન્ટ્રેક્ટર સામે કડક પગલાં લેવાની માગણી પણ કરવામાં આવી હતી.
મુંબઈની મીઠી નદીં અને નાનાં-મોટાં નાળાઓની સફાઈના કામ મોડેથી શરૂ કરવમાં આવ્યાં છે. તેમ જ મીઠી નદીનું આ પહેલા કામ કરનારા કૉન્ટ્રેક્ટરે ભ્રષ્ટાચાર કર્યો હોવાના આરોપ હેઠળ તેની વિરુદ્ધ ગુનો નોંધીને તેને જેલમાં નાખવામાં આવ્યો અને અમુક કૉન્ટ્રેક્ટરને બ્લેક લિસ્ટ પણ કરવામાં આવ્યા છે. તેથી આ વર્ષે મીઠી નદીની સફાઈ કરવા માટે પાલિકાએ ટેન્ડર કાઢયા બાદ પણ કોઈ કૉન્ટ્રેક્ટર આગળ આવ્યો નહોતો. છેવટે શરતો હળવી કરવામાં આવતા માંડ બે કૉન્ટ્રેક્ટર મળ્યા હતા. તેથી તેમને ૨૯ કરોડ રૂપિયામાં કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. તેમાંથી એક કૉન્ટ્રેક્ટરને બે ઠેકાણે કામ આપવામાં આવ્યું છે.

મીઠી નદીના પટમાંથી અત્યાર સુધી ૨૭ ટકા ગાળ કાઢવામાં આવ્યો હોવાનું બુધવારે પાલિકા કમિશનરે કહ્યું હતું ત્યારે બુધવારે સ્થાયી સમિતિમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસના ગ્રૂપ લીડર સઈદા ખાને પોઈન્ટ ઓફ ઓર્ડર લઈને મીઠી નદીના કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની ફરિયાદ કરી હતી.
નગરસેવિકાએ કુર્લા પરિસરમાં વહેતી મીઠી નદીના સફાઈ કામ અંતર્ગત નદીના કિનારા પર કાટમાળ નાખીને તેના પર નદીમાંથી બહાર કાઢેલા ગાળને નાખીને તેને વાહનો દ્વારા વહન કરીને વજન કાટા પર વજન કરીને કૉન્ટ્રેક્ટર પાલિકા પાસેથી પૈસા લઈને લૂંટ મચાવી રહ્યો હોવાની ફરિયાદ તેમણે કરીને સંબંધિત કૉન્ટ્રેક્ટર સામે આકરા પગલા લેવાની માગણી કરી હતી. સ્થાયી સમિતિના અધ્યક્ષે આ મુદ્દાની દખલ લઈને પાલિકા પાસે જવાબ માગ્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
