
આશિષ શેલારે કહ્યું કે સ્પર્ધાત્મક પરીક્ષાના અભ્યાસક્રમની સામગ્રી ટૂંક સમયમાં ઓનલાઇન થશે
મહારાષ્ટ્ર રાજ્ય પુસ્તકાલય નિયામક મંડળના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના સહયોગથી મુલુંડમાં બુધવારે સબર્બન બુક-ફેસ્ટિવલ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક મહોત્સવ નિમિત્તે ભવ્ય પુસ્તકમેળો, પુસ્તક-પ્રદર્શન અને પુસ્તક વેચાણ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપનગરીય જિલ્લા પુસ્તકાલય કિઑક્સમાં વિશ્વભરનાં પુસ્તકો ઑનલાઇન વાંચવાની સુવિધા આપવામાં આવે છે એ સમયે સબર્બન બુક-ફેસ્ટિવલના ઉદ્દઘાટનમાં મુંબઈ ઉપનગરના પાલક પ્રધાન આશિષ શેલારે ખાતરી આપી હતી કે સ્પર્ધાત્મક પરીક્ષાનાં પુસ્તકો પણ વાંચવા માટે ઑનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મુલુંડ-વેસ્ટમાં પી. કે. રોડ પર કાલિદાસ નજીક આવેલા પુસ્તકાલયમાં ગ્રંથોત્સવ ૨૦૨૫ અને સર ફિરોઝશાહ મહેતા પુસ્તકાલય કાર્યક્રમ ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીએ કરવામાં આવ્યો હતો જેનું ઉદ્ઘાટન આશિષ શેલારે કર્યું હતું. આ સમયે આશિષ શેલારે નાગરિકોને સંબોધીને જણાવ્યું હતું કે ‘જિલ્લાનાં પુસ્તકાલયોની ડિમાન્ડને ધ્યાનમાં લઈને આ પુસ્તકાલયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશેની માહિતી અને પુસ્તકો ઑનલાઇન ઉપલબ્ધ કરવામાં આવે એવી જિલ્લા પુસ્તકાલય અધિકારીએ જિલ્લા આયોજન સમિતિને તાત્કાલિક દરખાસ્ત મોકલવી જોઈએ જેથી લોકો જરૂરી પુસ્તકો ઑનલાઈન વાંચી શકે. આ ઉપરાંત પુસ્તકાલયને જોઈતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
