
પશ્ચિમ અને મધ્ય રેલવેના સ્ટેશનો પર પાલિકા અને રેલવેના અધિકારીઓ સંયુક્ત રીતે વિઝિટ કરશે
મુંબઈગરાની લાઈફલાઈન ગણાતી રેલવે લાઈન ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ જવાથી ખોરવાઈ જાય નહીં તે માટે મુંબઈ મહાનગરપાલિકા અત્યારથી કામે લાગી ગઈ છે. મંગળવારે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ પશ્ચિમ અને મધ્ય રેલવેના અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજી હતી, જેમાં આગામી ચોમાસાની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને બેઠક દરમ્યાન તેમણે બંને રેલવે લાઈનમાં ભારે વરસાદ દરમ્યાન તમામ ક્રોનિક પૂરના હોટસ્પોટનું મૂલ્યાંકન કર્યું હતું.
ભારે વરસાદમાં રેલવે ખોરવાય નહીં તે માટે રેલવે અને પાલિકા અધિકારીઓએ સમન્વય સાધીને કામ કરવાનો નિર્દેશ પણ કમિશનરે આપ્યો હતો. મંગળવારની બેઠકમાં કમિશનરે પાલિકાના અધિકારી ક્ષેત્ર હેઠળના રેલવે ટ્રેક નજીકના ગટરોને સાફ કરવાની સૂચના આપી હતી, જેથી કરીને ચોમાસામાં પાણી ભરાતું રોકી શકાય અને રેલવે સેવાને ફટકો પડે નહીં. તેમણે પશ્ચિમ અને મધ્ય રેલવેનાં સ્ટેશને પર ચોમાસા પહેલાની તૈયારીઓ માટે પાલિકા અને રેલવે અધિકારીઓ દ્વારા સંયુક્ત ઈન્સ્પેકશન કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, માટુંગા વર્કશોપ, ચુનાભટ્ટી, વડાલા રેલવે સ્ટેશન, મેઈન કલ્વર્ટ, મીઠી નદી (સાયન-કુર્લા) બ્રાહ્મણવાડી નાળું, તિલક નગર તાળું, વિદ્યાવિહાર રેલવે સ્ટેશન (ફાતિમા નગર), કર્વેનગર નાળું (કાંજુરમાર્ગ-હરિયાળી નાળું) સંતોષી માતા નાળું, મારવાડી નાળું અને મસ્જિદ નાળા તેમ જ ભાંડુપ રેલવે સ્ટેશન (ક્રૉપ્ટેન નાળું, દાત્તાર નાળું, ઉષા નગર ભાંડુપ પ્લેટફોર્મ નંબર એક સહિતના સ્થળોની વિગતવાર સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ગયા વર્ષે ચોમાસા દરમ્યાન આ નાળાઓને કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્ ભવતા ટ્રેનોને અસર થઈ હતી. પશ્ચિમ રેલેવેમાં અંધેરી અને બોરીવલી જેવાં સ્થળોએ ખાસ પગલાં અમલમાં મૂકવાનો નિર્દેશ પણ તેમણે આપ્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
