
નકલી મોબાઇલ ટિકિટ બનાવીને પ્રવાસ કરનારાઓને પકડવા પશ્ચિમ રેલવેએ એક એપ્લિકેશન તૈયાર કરી છે. જે ટી.સી. પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરીને પ્રવાસીઓની મોબાઈલ ટિકિટો સ્કેન કરશે. તદુપરાંત બીજી એક એપ પણ લોન્ચ થશે જેના વડે પ્રવાસીઓ લાંબા અતરની ટ્રેનોમાં કોઇપણ ફરિયાદ હોય તો મોકલીને તત્કાળ નિરાકરણ મેળવી શકશે.
નકલી મોબાઇલ ટિકિટ ઓળખવા માટેની એપ હાલમાં પરીક્ષણ હેઠળ છે. જેમોબાઇલ ટિકિટના યુટીએસ નંબરને તથા પ્રવાસીના મોબાઈલ નંબર અને અન્ય વિગતોનો સ્કેન કરીને રેલવે સિસ્ટમમાં તે પ્રવાસીની નોંધાયેલી વિગતોની સરખામણી કરશે. નકલી ટિકિટના ડેટા રેલવેની સિસ્ટમમાં ન હોવાથી તરત જ તે ટિકિટ ઓળખાઈ જશે. ઘણા લોકો નકલી ક્યુઆર કોડવડે ટિકિટો બનાવી લે છે.

પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે ટી.સી.ઓને તેમના ફોનમાં આ એપ ડાઉનલોડ કરવાનું કહેવાયું છે. આ કામ બેચ મુજબ પાર પાડવામાં આવશે. સાથે જટીસીઓને તાલીમ પણ અપાશે. સામાન્ય ચેકિંગમાંનકલીયુટીએસ ટિકિટ ઓળખવી મુશ્કેલ હોયછેજ્યારે આ એપ, તરતજ નકલી ટિકિટ ઓળખી લેશે. બીજી એપ જે પ્રવાસીઓ માટે બનાવાઈ છે. તેના વડે કોઈપણ લાંબા અંતરની ટ્રેનમાં ફરિયાદ હોય તો કરીને તત્કાળ તેનું નિરાકરણ રરાવી શકાશે. ટીસીઓને ફોન નંબર અપાયાછે, જેઓ પ્રવાસીઓની ફરિયાદો મેળવશે વર્તમાનમાંરેલ મદદ એપના ૧૩૯ નંબર પર પ્રવાસીઓ ફરિયાદ નોંધાવે છે. જેમાં રોજ ગંદા ટોઇલેટ, બંધ એસી, વોટર લીકેજ, ખાદ્ય પદાર્થ સંબંધિત કે અન્યસમસ્યાઓની ફરિયાદ આવેછે. આતમામ ફરિયાદો માત્ર એક જ ક્લિક વડે પ્રવાસીઓ મોકલી શકશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
