
મુંબઈની હોટેલ્સમાં 31 ડિસેમ્બર એટલે કે થર્ટીફર્સ્ટ પહેલાં ફાયર ફાઈટિંગ સિસ્ટમ નહી હોય તો મહાપાલિકા નોટિસ બજાવીને કઠોર કાર્યવાહી કરશે. એના માટે 31 ડિસેમ્બર પહેલાં મુંબઈની તમામ હોટેલ્સની મહાપાલિકાના અગ્નિશમન દળ તરફથી તપાસ કરવામાં આવશે. એમાં અગ્નિશમન યંત્રણા નહીં હોય તો નોટિસ બજાવીને યંત્રણા તરત લગાડવાનો નિર્દેશ આપવામાં આવશે એવી માહિતી ઉપાયુક્ત પ્રશાંત ગાયકવાડે આપી હતી.
મુંબઈમાં પૂરા થતાં વર્ષને વિદાય આપવા અને નવા વર્ષનું સ્વાગત કરવા મોટા પ્રમાણમાં હોટેલ્સમાં પાર્ટી યોજાય છે. એમાં યુવાનો મોટી સંખ્યામાં હોય છે. ત્યાં ખાદ્યપદાર્થ બનાવવા માટે સુવિધા પણ હોય છે. જો કે જરૂરી ધ્યાન રાખવામાં ન આવે તો આગ જેવી દુર્ઘટના થઈને જીવહાની અને નાણાંહાની થવાનું જોખમ રહે છે. તેથી મહાપાલિકા તરફથી જરૂરી તકેદારી લેવામાં આવી રહી છે. હવે એમાં 31 ડિસેમ્બર પહેલાં મુંબઈની તમામ હોટેલ્સમાં અગ્નિશમય યંત્રણા ચાલુ હોવા બાબતની ખાતરી કરીને યંત્રણા ન હોય એવી હોટેલ્સને નોટિસ બજાવવામાં આવશે.

મુંબઈમાં 40 લાખ જેટલી માલમતા છે. ગગનચુંબી ઈમારતોને પરવાનગી આપતા ઈમારતમાં અગ્નિશમન યંત્રણા તૈનાત હશે તો જ ના હરકત પ્રમાણપત્ર આપવામાં આવે છે. એ પછી ઈમારતનું ફાયર ઓડિટ કરીને અગ્નિશમન યંત્રણા સક્ષમ હોવા બાબતનું પ્રમાણપત્ર ફોર્મ બી ભરીને દર છ મહિને રજૂ કરવું પડે છે. માલિક અથવા ત્યાં રહેતા હોય તેમણે પાત્ર અને સક્ષમ સંસ્થા તરફથી ઓડિટ કરીને યંત્રણા સક્ષમ હોવા બાબતે અગ્નિશમન દળને ફોર્મ બી રજૂ કરવું ફરજિયાત છે. અન્યથા મહારાષ્ટ્ર ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજર્સ એક્ટ 2006 અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે. કાયદાકીય કાર્યવાહી બાદ વીજ અને પાણી કાપવાની કાર્યવાહી થઈ શકે છે.
તરત અગ્નિશમન યંત્રણા લગાડો
મુંબઈની ઈમારતો, આસ્થાપના, હોસ્પિટલો સહિત કાર્યાલયોમાં અગ્નિશમન યંત્રણા કાર્યાન્વિત છે કે નહીં એ બાબતે અગ્નિશમન દળ તરફથી નિયમિત તપાસ કરવામાં આવે છે. એ અનુસાર 45 થી 120 દિવસની નોટિસ બજાવીને અગ્નિશમન યંત્રણા ઊભી કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. હાલની સ્થિતિમાં થર્ટી ફર્સ્ટ માટે બાકી રહેલા દિવસ જોતા અગ્નિશમન દળ એક્શન મોડમાં આવ્યું છે. જે ઠેકાણે અગ્નિશમન યંત્રણા નહીં હોય એવા ઠેકાણે તરત આ યંત્રણા લગાડવાનો આદેશ આપવામાં આવશે એવી માહિતી મહાપાલિકા પ્રશાસન તરફથી આપવામાં આવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
