
મુલુંડ આર.પી.એફ. બેરેકમાં રહેતાં મુલુન્ડ રેલવે સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે કાર્યરત સંદિપસિંગ મનોજસિંગ શેખાવતે (૨૯) તેમને ૨૧ માર્ચના અજાણ્યા નંબરથી આવેલા ફોનને તેમણે પ્રતિસાદ આપ્યો જેમાં ફોન કરનારે તેમનું ક્રેડિટ કાર્ડ જે આજીવન ફ્રી છે તેને હવેથી વાર્ષિક ચાર્જ લાગશે એવું જણાવતાં સંદિપસિંગે કાર્ડ બંધ કરાવવાનું કહ્યું હતું તેથી ફોન કરનાર ગઠિયાએ કાર્ડ બંધ કરવાના પ્રોસેસ દરમ્યાન એક ઓટીપી (વનટાઈમ પાસવર્ડ) આવશે જે તેને આપવા જણાવ્યું.

પરંતુ સંદિપસિંગે ઓટીપી શેર કરવાનો ઈન્કાર કરતા ગઠિયાએ એક લિંક મોકલી અને પોતે બેંક કર્મચારી હોવાનું જણાવતાં તેના પર વિશ્વાસ કરી બેસેલા સંદિપસિંગે લિંક ઓપન કરીને ક્રેડિટ કાર્ડની વિગતો ભરી અને સાથે ઓટીપી પણ નાખી દીધો અને આંખના પલકારામાં તેમના બેંક ખાતામાંથી ૧૪ ટ્રાન્ઝેક્શન થકી રૂા.૧,૩૯,૯૯૯ ઉપડી ગયા હતા. સંદિપસિંગને તુરંત જ તેમની સાથે સાયબર ફ્રોડ થયું મુલુન્ડના રેલવે કોન્સ્ટેબલ સાથે રૂા.૧.૪૦ લાખની છેતરપિંડીહોવાનું જણાતાં તેમણે તાબડતોબ નવઘર પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
