
ખારમાં યુનિકોન્ટિનેન્ટલમાં સ્થિત સ્ટુડિયોમાં સોમવારે મુંબઈ મહાપાલિકા દ્વારા અનધિકૃત ભાગ તોડી પાડવામાં આવ્યો હતો. રવિવારે રાત્રે શિવસેના એકનાથ શિંદે જૂથના કાર્યકરો દ્વારા અહીં તોડફોડ કરવામાં આવ્યાના કલાકો પછી, મહાપાલિકાએ આ કાર્યવાહી કરી હતી. હાસ્ય કલાકાર કુનાલ કામરા દ્વારા એક શો દરમિયાન વાંધાજનક ટિપ્પણી બાદ વિવાદ ઊભો થયો છે.

આ ટિપ્પણી પર શાસક ભાજપ- શિવસેના ગઠબંધન સરકાર તરફથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી હતી, જેમાં મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ કુનાલ કામરાને માફી માગવા કહ્યું હતું. બીજી બાજુ સોમવારે મહાપાલિકાના અધિકારીઓ હથોડા સાથે કુનાલના શોનું રેકોર્ડિંગ થયું હતું તે સ્ટુડિયો ખાતે પહોંચ્યા હતા અને ગેરકાયદેસર ભાગ તોડી પાડ્યો. દરમિયાન કુનાલે મુંબઈ પોલીસને જણાવ્યું હતું કે, તેને તેના નિવેદન બદલ કોઈ પસ્તાવો નથી. તેણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે જો કોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવે તો જ માફી માગશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
