
વિદ્યાવિહાર (પશ્ર્ચિમ)માં સ્ટેશનની બહાર આવેલી ૧૩ માળની તક્ષશિલા બિલ્ડિંગમાં સોમવારે વહેલી સવારે લાગેલી આગ બુઝાવવા માટે બિલ્ડિંગનો ૪૩ વર્ષનો સિક્યોરિટી ગાર્ડ ઉદય ગંગન લિફ્ટ ખોલીને જેવો બીજા માળા પર ગયો ત્યાં ભીષણ આગ અને ધુમાડાને કારણે તે ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. આખા માળ પર ફેલાઈ ગયેલી આગમાં ફસાઈ જતા ૧૦૦ ટકા દાઝી જવાથી કમનસીબે તેનું મૃત્યુ થયું હતું. તો બીજા માળ પર જેના ઘરે આગ લાગી હતી તેના ઘરના સભ્યો સહિત પહેલા અને બીજા માળના સમયસર બહાર નીકળી જતા સદ્નસીબે બચી ગયા હતા. એ સિવાય બિલ્ડિંગના આઠમા માળ પરના રેફ્યુજ એરિયામાં ફસાઈ ગયેલા ૧૫થી ૨૦ લોકોને ફાયરબ્રિગેડે બચાવી લીધા હતા. આગની દુર્ઘટનામાં અન્ય ચાર લોકો દાઝી ગયા હતા તેમની ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

વિદ્યાવિહાર (પશ્ર્ચિમ)માં સ્ટેશન બહાર નાથાણી રોડ પર આવેલી સાત બિલ્ડિંગોના વિશાળ કૉમ્પ્લેક્સમાં ૧૩ માળની તક્ષશિલા કૉ-ઑપરેટિવ બિલ્િંડગમાં સોમવારે વહેલી સવારના ૪.૩૫ વાગે બીજા માળા પર ફ્લેટ નંબર ૨૦૧માં રહેતા જિતેન્દ્રભાઈ જૈનના ઘરમાં આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતા જ તેઓ ઘરના બાકીના સભ્યો સહિત બહાર નીકળી આવ્યા હતા અને તેમના આજુબાજુના ફ્લેટના લોકોને પણ આગની જાણ કરીને તેઓ લોકો પર તરત સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. આ દરમ્યાન ફાયરબિગ્રેડને આગની જાણ થતા તે ઘટનાસ્થળે આવી પહોંતી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

આ દરમ્યાન આગ લાગી હોવાની જાણ થતા બિલ્િંડગનો સિક્યોરિટી ગાર્ડ ઉદય ગંગન આગ બુઝાવવા માટે ફાયર સેફટી ઉપકરણ સાથે તરત લિફ્ટમાં ઉપર દોડી ગયો હતો. જોકે આગ આખા માળ પર ફેલાઈ ગઈ હોવાથી તે આગની ચપેટમા આવી ગયો હતો અને ફસડાઈ પડયો હતો. આ દરમ્યાન આગ બીજા માળ પરથી ફેલાઈને પહેલા અને બીજા ત્રીજા અને ચોથા માળ સુધી ફેલાઈ ગઈ હતી. આગને કારણે આખી બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ જતા ચોથા માળથી ઉપરના લોકો બચવા માટે નીચે આવવાને બદલે આઠમા માળ પર રહેલા રેફ્યુજ એરિયામાં ગયા હતા અને ત્યાં ઉપરના માળના લગભગ ૧૫થી ૨૦ લોકો ફાયરબ્રિગેડની રાહ જોતા ઊભા હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
