
મધ્ય રેલવેની લોકલ ટ્રેનમાં તાજેતરમાં મોબાઈલ વિસ્ફોટનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. થાણેમાં લોકલ ટ્રેનના મહિલાઓના કોચમાં મહિલાના મોબાઈલમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે થોડા સમય પૂરતા કોચમાં લોકોમાં ડરનો માહોલ ઊભો થયો હતો. મોબાઈલમાં થયેલા વિસ્ફોટ અંગે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ ગુર્જરભુમિ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કલવા સ્ટેશન પર સીએસએમટીથી કલ્યાણ જતી લોકલ ટ્રેનમાં સોમવારે રાત્રે 8.12 વાગ્યે બનેલી આ ઘટના ઘટી હતી.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રેલવે કંટ્રોલ રૂમના અહેવાલો મુજબ આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી, પરંતુ તેના કારણે મુસાફરોમાં ડરનો માહોલ ઊભો થયો હતો. વિસ્ફોટ પછી અમુક પ્રવાસીઓ દરવાજા તરફ પણ દોડી ગયા હતા. જોકે, આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ થોડા સમય પૂરતા ટ્રેનસેવા પર અસર થઈ હતી. વિસ્ફોટને કારણે ધુમાડો થતા રેલ્વે કર્મચારીઓએ અગ્નિશમન સાધનોનો ઉપયોગ કરી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે એક નાનો વિસ્ફોટ સંભળાયો હતો, બાદમાં ડબ્બામાં ધુમાડો ફેલાયો હતો, જેના કારણે ઘણા મુસાફરો બહાર જવા માટે દરવાજા તરફ દોડી ગયા હતા. રેલવે પોલીસે મુસાફરોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
