
બાંદરામાં એક 64 વર્ષીય વૃદ્ધા રેખા ખોંડેને ઘરમાં બાંધીને ક્રૂરતાથી હત્યા કરીને માલમતાની ચોરી કર્યાનો ચોંકાવનારો કિસ્સો મંગળવારે સવારે પ્રકાશમાં આવ્યો. નજીકમાં રહેતા યુવાને આ કાંડ કર્યું હોવાનું બહાર આવ્યું છે.બાંદરામાં રિક્લેમેશન ડેપો, કંચન કંચન કો-ઓપરેટિવ સોસાયટીમાં રહેતાં 64 વર્ષીય મહિલાની હત્યાના આરોપમાં પોલીસે શરીફ અલી શમશેર અલી શેખની ધરપકડ કરી છે.
5 ફેબ્રુઆરીના સવારે 10.30 કલાકથી 10 ફેબ્રુઆરીના રાત્રે 11.30 વાગ્યા વચ્ચે થયેલા આ ગુનામાં મૃતકના ફ્લેટમાં ઘૂસીને તેની હત્યા કરી અને કીમતી વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી. પાડોશીએ આ ફ્લેટમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કર્યા બાદ, પોલીસે આવીને મૃતદેહને કબજામાં લીધો હતો. આ પછી બે કલાકમાં આરોપીને ઝડપી લીધો હતો.આરોપીએ વૃદ્ધાના હાથ બાંધીને અને તીક્ષ્ણ હથિયાર વડે ગળું ચીરીને હત્યા કરી હતી.

દરમિયાન, પોલીસે રેખાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાભા હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે વહેલી સવારે તેમને રિક્લેમેશન ગેટ નંબર 2 પાસેના એપાર્ટમેન્ટમાંથી દુર્ગંધ આવતી હોવાની માહિતી મળી હતી. પાડોશીઓએ માહિમમાં રહેતી મહિલાની પુત્રીનો સંપર્ક કર્યો.પુત્રીએ ત્યાં પહોંચી અને દરવાજો ખોલતાં તેની માતાનો મૃતદેહ કોહવાયેલી અવસ્થામાં જોયો હતો. તેના હાથ દુપટ્ટાથી બાંધેલા હતા અને ગળા પર કોઈ તીક્ષ્ણ વસ્તુથી ઘા કરાયો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ચાર-પાંચ દિવસ પહેલાં તેની હત્યા કરવામાં આવી હોઈ શકે. ખોંડે એકલી રહેતી હતી, જ્યારે તેની પુત્રી અવારનવાર મળવા આવતી હતી.
2 કલાકમાં આરોપીને ઝડપી લીધો
ગુનાની જાણ થયા પછી, ઝોનલ ડીસીપી દીક્ષિત ગેડામે આ મામલાની તપાસ માટે અનેક ટીમો બનાવી. સિનિયર ઇન્સ્પેક્ટર સંજય મરાઠે અને ઇન્સ્પેક્ટર અજય લિંગનુરકરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમોને ઈમારતની બહારના સીસીટીવીમાંથી નક્કર કડીઓ મળી અને ટેકનિકલ માહિતીની મદદથી, આરોપી શરીફ શેખને પકડી પાડ્યો. આરોપી પાડોશમાં રહે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
