July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

મુંબઈના બોરીવલીમાં સૌથી વધુ મહિલા મતદારો, સૌથી ઓછી મહિલા મતદારો વિક્રોલીમાં – ચૂંટણી પંચ

પુરુષ પ્રધાન કહેવાતા દેશમાં લોકશાહીનો પર્વ એવો ચૂંટણીનો સમયગાળો શરૂ થયો છે ત્યારે ભારતમાં શક્તિ તરીકે પૂજાતી નારીઓનો સહભાગ અત્યંત મહત્ત્વનો અને સંવેદનશીલ માનવામાં આવે છે. હાલમાં જ ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓમાં દેશમાં મહિલા મતદારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હોવાનું જણાયું છે અને જ્યારે મુંબઈ ઉપનગરની વાત કરીએ ત્યારે આ વિભાગમાં પણ મહિલાઓ હોંશે હોંશે મતદાન માટે પોતાની નોંધણી કરાવી રહી હોવાનું ચિત્ર સામે આવ્યું છે. પુરુષોની સંખ્યામાં અનેક મતવિસ્તારોમાં મહિલા મતદારોની સંખ્યા ભલે ઓછી હોય, પરંતુ શિક્ષિત અને અર્વાચીન યુગની નારી પોતાનો મતદાનનો હક્ક બજાવવા માટે આગળ વધી રહી હોવાનું આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે.

તેમાં પણ મુંબઈ ઉપનગર વિસ્તારમાં બોરીવલી મતવિસ્તારમાં સૌથી વધુ મહિલા મતદારો હોવાનું આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. બોરીવલીમાં 1,60,979 પુરુષ મતદારોની સામે 1,55,140 મહિલા મતદારો છે જે ઉપનગર વિસ્તારમાં સૌથી વધુ છે. આ ઉપરાંત બોરીવલી મતવિસ્તારમાં બે તૃતીયપંથીય મતદારો પણ છે.

જ્યારે સૌથી ઓછી મહિલા મતદારો વિક્રોલીમાં હોવાનું જાણવા મળ્યું છે. વિક્રોલીમાં 1,24,502 પુરુષ મતદારોની સામે 1,12,446 મહિલા મતદારો છે. જોકે, સરવાળે જોઇએ તો ગઇ ચૂંટણીની સરખામણીએ મહિલા જાગરૂકતા, શિક્ષણ, સામાજિક પ્રયત્નો વગેરે કારણોસર વધુને વધુ મહિલાઓ દેશના ભવિષ્યના ઘડતર માટે સહભાગી થઇ પોતાનો નાગરિક હક્ક બજાવવા આગળ આવી રહી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

One thought on “મુંબઈના બોરીવલીમાં સૌથી વધુ મહિલા મતદારો, સૌથી ઓછી મહિલા મતદારો વિક્રોલીમાં – ચૂંટણી પંચ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us