મુલુંડમાં કેવાયસી અપડેટ કરાવવાના નામે ગુજરાતી કપલ સાથે થયું સાયબર ફ્રોડ થવાની ઘટના સામે આવી છે. મુલુંડ (વે)માં નાહુરમાં સેનરૂફ સોસાયટીમાં રહેતા દિપેન ઠક્કરે બેંકનું કેવાયસી અપડેટ કરવાના બહાને સાયબર ગઠિયાએ રૂા.૨,૬૧,૮૦૦ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મુલુંડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
ફરિયાદ મુજબ ૫ એપ્રિલના દિપેનની પત્ની સોનિયા ઠક્કરના મોબાઈલ પર તેમના બેંક ખાતાનું કેવાયસી અપડેટ કરવા માટે એક અજાણ્યા મોબાઈલ નંબરથી લિંક પાઠવવામાં આવી હતી જેને પગલે સોનિયાએ તે લિંક ખોલતા તેમાં તેમની બેંકની વેબસાઈટ જેવી જ આબેહૂબ વેબસાઈટ ખૂલી હતી અને તેમણે તે લિંકમાં તેમના બેંકની સંપૂર્ણ માહિતી ભરી દીધી ત્યારબાદ તે જ અજાણ્યા નંબરથી ફોન આવ્યો જેમાં ફોન કરનાર વ્યક્તિએ સોનિયાએ ભરેલી માહિતી ખોટી છે અને લિંકમાં તેમના પતિના ખાતા વિશેની માહિતી ભરવા જણાવ્યું જેને પગલે દિપેને પત્નીના મોબાઈલમાં ઓપન કરેલી લિંકમાં પોતાના બેંક ખાતા અંગે સમગ્ર વિગત ભરી દીધી.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/04/05-34-968x1024.jpg)
ત્યારબાદ ૬ એપ્રિલના દિપેન ઠક્કરને તેમના મોબાઈલ પર વોટ્સએપ કોલ આવ્યો અને ફોન ચાલુ રાખીને ગઠિયાએ એક લિંક તેમના વોટ્સએપ પર મોકલી અને તેના પર ક્લિક કરવા જણાવ્યું અને દિપેને તે મુજબ કરતા થોડીવારમાં જ તેમના બેંક ખાતામાંથી બે ટ્રાન્ઝેક્શન થકી રૂા.૨,૬૧,૮૦૦ ઉપડી ગયા હોવાનો મેસેજ તેમને પ્રાપ્ત થયો હતો, જેને પગલે દિપેને તાબડતોબ મુલુંડ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ગઠિયા વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/04/08-16.jpg)
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)