મુલુંડ (વે)માં જે.એન. રોડ અપના બજાર પાસે રહેતાં સાક્ષી અગ્રવાલ ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૫ના જીમ ગયા બાદ ભાજી માર્કેટમાં ગયા હતા. સાક્ષીએ જે.એન. રોડ પર આવેલી ભાજી માર્કેટમાં ભાજી – ખરીદી કરીને પૈસા આપવા તેમણે પર્સ ખોલવા જતાં તેની ચેઈન ખુલ્લી હોવાનું જણાયું હતું અને તેમને તેમાંથી તેમનો મોબાઈલ ગાયબ થયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

સાક્ષીએ આસપાસમાં મોબાઈલ શોધ્યો પરંતુ ન મળ્યો ત્યારબાદ તેમણે પોતાના મોબાઈલ પર ફોન કરતાં પ્રથમ તેમાં રિંગ વાગી અને ત્યારપછી મોબાઈલ ફોન સ્વિચ્ડ ઓફ હોવાનું જણાયું હતું. તેથી મોબાઈલ ચોરી થઈ ગયો હોવાની ખાતરી થતાં સાક્ષીએ રૂા.૩૫ હજારની કિંમતનો વન પ્લસ કંપનીનો મોબાઈલ ચોરાઈ ગયો હોવાની ફરિયાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી,

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
