
બેન્કના ભૂતપૂર્વ મેનેજર હિતેશ મહેતા અને સીઈઓ ભૌન દ્વારા 122 કરોડની ઉચાપત ધ્યાનમાં આવતાં આરબીઆઈ દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે ડિપોઝિટરો મુશ્કેલીમાં આવી ગયા હતા. ડિપોઝિટરોની હાલાકી જોતાં આખરે આરબીઆઈએ રૂ. 25,000 સુધી ઉપાડવાની છૂટ આપીને થોડી રાહત આપી છે.
27મી ફેબ્રુઆરીથી ડિપોઝિટરો રૂ. 25,000 સુધી ઉપાડી શકશે. 13મી ફેબ્રુઆરીના રોજ આરબીઆઈ દ્વારા મુંબઈ સ્થિત આ બેન્ક પર સર્વ સમાવિષ્ટ નિર્દેશો (એઈડ) લાદવામાં આવ્યા હતા, જેમાં ઉપાડ પર બંધીનો પણ સમાવેશ થતો હતો.આ પછી આરબીઆઈ દ્વારા 12 મહિના માટે બેન્કના બોર્ડ ઓફ ડાયરેક્ટરોને બરખાસ્ત કરી દીધા હતા. ઉપરાંત આ સમયગાળા દરમિયાન બેન્કની બાબતોનું વ્યવસ્થાપન કરવા માટે પ્રશાસક તરીકે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)ના માજી ચીફ જનરલ મેનેજર શ્રીકાંતની નિયુક્તિ પણ કરવામાં આવી હતી. ઉપરાંત પ્રશાસકને સહાય કરવા માટે સલાહકારોની સમિતિ પણ નિયુક્તચ કરી છે. સોમવારે આરબીઆઈએ જણાવ્યું કે પ્રશાસક સાથે સલાહમસલત પછી બેન્કની પ્રવાહિતાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી, જે પછી ડિપોઝિટર દીઠ 27મી ફેબ્રુઆરીથી રૂ. 25,000 સુધી ઉપાડ કરવા દેવાની છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ રાહત સાથે કુલ ડિપોઝિટરમાંથી 50 ટકા ડિપોઝિટરો તેમની સંપૂર્ણ બેલેન્સ ઉફાડી શકશે અને બાકી ડિપોઝિટરો તેમના ડિપોઝિટ અકાઉન્ટ્સમાંથી રૂ. 25,000 સુધી ઉપાડી શકશે. ડિપોઝિટરો આ ઉપાડ માટે બેન્કની શાખા તથા ચેનલનો ઉપયોગ કરી શકશે, પરંતુ ડિપોઝિટ દીઠ રૂ. 25,000 સુધી જ એકત્રિત રકમ ઉપાડી શકાશે અથવા તેમના અકાઉન્ટમાં ઉપલબ્ધ બેલેન્સમાંથી જે પણ ઓછી રકમ હોય તે ઉપાડી શકશે, એમ આરબીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે.બેન્કની 28 શાખા છે, જે મોટે ભાગે મુંબઈ પ્રદેશમાં સ્થિત છે. દરમિયાન આરબીઆઈ દ્વારા પ્રશાસકને સહાય કરવા માટે સલાહકારોની સમિતિની પુનઃરચના કરી છે, જે 25મી ફેબ્રુરઆરી, 2025થી અમલમાં આવશે. આ સમિતિમાં હવે એસબીઆઈના ભૂતપૂર્વ જનરલ મેનેજર રવીંદ્ર સપ્રા, સારસ્વત કો-ઓપરેટિંગ બેન્કના ડેપ્યુટી માજી સીજીએમ રવીંદ્ર તુકારામ ચવાણ અને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ આનંદ એમ ગોલસનો સમાવેશ થાય છે.
આરબીઆઈની બારીકાઈથી નજર
રિઝર્વ બેન્ક પ્રગતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે અને બેન્કના ડિપોઝિટરોના હિતમાં જરૂરી પગલાં લેવાનું ચાલુ રાખશે, એમ બેન્કે જણાવ્યું હતું. આરબીઆઈ દ્વારા 13મી ફેબ્રુઆરીઆ કામકાજના કલાકો પૂરા થયા પછી નિયંત્રણોનો મલ શરૂ કરાયો હતો, જે છ મહિના માટે લાગુ રહેશે અને તે સમીક્ષાને આધીન રહેશે.

નિયંત્રણનાં પગલાં શા માટે લીધાં ?
આરબીઆઈ જણાવ્યું છે કે બેન્કમાં તાજેતરમાં જે ઉચાપત થઈ હતી તે ધ્યાનમાં લેતાં અને બેન્કના ડિપોઝિટરોનાં હિતોનું રક્ષણ કરવા માટે નિયંત્રણનાં પગલાં લેવાની જરૂર પડી હતી. ઉપરાંત પાત્ર ડિપોઝિટરો ડિપોઝિટ ઈન્શ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશનમાંથી રૂ. 5 લાખ સુધી તેમની ડિપોઝિટની ડિપોઝિટ વીમા દાવા રકમ પ્રાપ્ત કરી શકશે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
