
સોમવારે ફેબ્રુઆરી મહિનાનું છેલ્લા પાંચ વર્ષનું સૌથી વધુ તાપમાન ૩૮.૪ નોંધાયું
મુંબઈ સહિત રાજ્યમાં અસહ્ય ગરમી પડી રહી છે. હવામાન ખાતાએ મુંબઈ, થાણે સહિત રાજ્યના અમુક જિલ્લામાં આગામી બે દિવસ હીટ વેવની અસર રહેવાનો અંદાજો વ્યક્ત કર્યો છે. આ દરમ્યાન મુંબઈમાં સોમવારે દિવસના તાપમાનનો પારો ૩૮.૪ ડિગ્રી જેટલો ઊંચો નોંધાયો હતો, જે છેલ્લા પાંચ વર્ષમાં ફેબ્રુઆરી મહિનાનું હાઈએસ્ટ તાપમાન રહ્યું હતું. આ અગાઉ છેલ્લે ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૦ના ૩૮.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હિલ સ્ટેશન માથેરાનમાં પણ મહત્તમ તાપમાન ૩૩.૪ ડિગ્રી જેટલું ઊંચું નોંધાયું હતું.

મુંબઈમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યમાં પણ વિદર્ભ અને મરાઠવાડામાં એક તરફ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ રાજ્યના અમુક જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધવાની અને હીટવેવની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. મુંબઈના નજીકના હિલ સ્ટેશન ગણાતા માથેરાન અને મહાબળેશ્ર્વરમાં પણ મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રીની ઉપર નોંધાયું હતું

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
