
મુલુન્ડ (વે)માં મેરેથોન કોસ્મોસમાં રહેતા આનંદ મ્હાત્રેએ આબેહૂબ ઈંડસઈંડ બેંક જેવા પ્રોફાઈલ ફોટો પરથી આવેલી apk ફાઈલને ક્લિક કરતા તેમના બેંક અકાઉન્ટ્સમાંથી રૂા.૫,૩૧,૦૦૦ ઉપડી ગયા હતા. ઘટનાની વિગત મુજબ ૨૨ ફેબ્રુઆરીના રોજ મ્હાત્રેના મોબાઈલના વોટ્સએપ અકાઉન્ટમાં અસલ ઈંડસઈંડ બેંકના પ્રોફાઈલ ફોટો ધરાવતા અકાઉન્ટથી IndusindBank Mo7 apk નામની ફાઈલ શેર કરવામાં આવી હતી. જેને મ્હાત્રેએ ક્લિક તો કરી પરંતુ ત્યારબાદ કામમાં વ્યસ્ત થઈ જતાં તેમણે મોબાઈલ ચેક કર્યો નહીં અને બીજે દિવસે ૨૩ ફેબ્રુ.ના સવારે સાડા નવ કલાકે મોબાઈલ ચેક કરતાં apk ફાઈલમાં તેમની બેંક ખાતાની તમામ માહિતી દેખાઈ રહી હતી અને તેમણે પોતાની બેંકની એપ પર ચેક કરતાં તેમાંથી રૂા.૫.૩૧ લાખ ડેબિટ થઈ ગયા હોવાનું જણાયું હતું.

ત્યારબાદ તેમને ઈંડસઈંડ બેંકથી બોલું છું કહીને એક અજાણી વ્યક્તિનો ફોન આવ્યો પરંતુ મ્હાત્રેએ તે નંબર બ્લોક કરીને તાબડતોબ સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી ત્યારબાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
