
પુત્રી પર જાતીય અત્યાચાર ગુજારનારા શખસને ૨૦ વર્ષની સખત જેલની સજા થાણે વિષેશ કોર્ટે ફટકારી છે. પોક્સો કાયદા હેઠળ વિશેષ જજે ૪૨ વર્ષના આરોપીને કસૂરવાર ઠેરવ્યો હતો. કોર્ટે ૨૦ હજારનો દંડ પણ ફટકાર્યો છે અને આ રકમ પીડિતાને વળતર પેટે આપવાની રહેશે.
આરોપી કલવામાં પહેલી પત્ની થકી થયેલી બે પુત્રી અને બીજી પત્ની અને તેના પુત્ર સાથે રહે છે. આઠ નવેમ્બર ૨૦૨૦ના રોજ આરોપીએ પુત્રી પર બળાત્કાર કર્યો હતો અને તેને ધમકી આપીને વાત ગુપ્ત રાખવા જણાવ્યું હતું. પીડિતાએ મોટી બહેનને આપવિતી જણાવી હતી. મોટી બહેને દાદીને વાત કહેતાં પોલીસમાં ફરિયાદ થઈ હતી.

કેસમાં છ સાક્ષી તપાસાયા હતા. પરિવારના લોકોએ પીડિતાને કોર્ટમાં જતા અટકાવતા હોવા છતાં પીડિતાએ હિંમત કરીને કોર્ટમાં જુબાની આપી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
