
જેજેસી કાંદિવલી સંચાલિત જૈન સગપણ માહિતી સેન્ટર, કાંદિવલી દ્વારા રવિવાર, ૬ એપ્રિલે સવારે ૯થી બપોરે બે વાગ્યા દરમ્યાન કાંદિવલીમાં આવેલી ઠાકુર ઇન્ટરનૅશનલ સ્કૂલમાં જૈન સમાજનાં અપરિણીત પણ મિનિમમ ગ્રેજ્યુએટ થયેલાં યુવક-યુવતીને (૨૧થી ૪૦ વર્ષ) યોગ્ય પાત્ર મળે એ માટે એક યુવા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ યુવા મેળામાં જૈન સમાજના કોઈ પણ ફિરકાનાં યુવક-યુવતી સામેલ થઈ શકે છે. આ માટે રજિસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ ૨૦ માર્ચ છે. વહેલો તે પહેલોના ધોરણે રજિસ્ટ્રેશન સ્વીકારવામાં આવશે. ઑનલાઇન રજિસ્ટ્રેશ પણ કરી શકાશે. વધુ માહિતી માટે 98210 50169 અથવા 98693 42519 મોબાઇલ નંબર પર સંપર્ક કરવો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
