
અમેરિકા સ્થિત મેડિકલ સેન્ટર મેયો ક્લિનિક સાથે ભાગીદારીમાં મુંબઈ અને અમદાવાદમાં એક હજાર બેડની હોસ્પિટલ અને મેડિકલ કોલેજનું નિર્માણ કરશે એવી જાહેરાત અદાણી ગ્રુપે સોમવારે જાહેરાત કરી છે. ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું પોર્ટ-ટુ-એનર્જી જૂથ બે ઇન્ટિગ્રેટેડ હેલ્થ કેમ્પસના નિર્માણ માટે છ હજાર કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ યોજના અદાણી હેલ્થ સિટીઝ તરીકે ઓળખાશે. મુંબઈની સૌથી મોટી પ્રાઈવેટ આ હોસ્પિટલ કાંદિવલીમાં હશે.

હાલમાં ૭૫૦ બેડની ક્ષમતા ધરાવતી અંધેરી વેસ્ટમાં આવેલી કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ મુંબઈની સૌથી મોટી તબીબી સુવિધા છે. અંધેરી ઈસ્ટની પાલિકા સંચાલિત સેવન હિલ્સ હોસ્પિટલની ક્ષમતા ૧ હજાર ૫૦૦ બેડ સુધી વધારી શકાય એમ છે, પરંતુ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં ચાલી રહેલા વિવાદને કારણે અત્યારે અહીં માત્ર ૪૦૦ બેડ જ કાર્યરત છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
