
સોનાપુરથી અમરનગર સુધીનો બ્રિજ બંધ થતાં કૉલોની અને અમરનગર વિસ્તારમાં રહેતા નાગરિકોએ સાત મિનિટનો રસ્તો પાર કરવા ૪.૫ કિલોમીટર ફરવું પડે છે. મુલુંડ-ગોરેગામ લિન્ક રોડ પર ફ્લાયઓવર સહિતના અન્ય બાંધકામ માટે સોનાપુર જંક્શનથી તાનસા પાઈપલાઈન થઈ અમરનગર જંક્શન જતો રસ્તો ૧૧ મહિના માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના માટે મુલુંડ ટ્રાફિક વિભાગ દ્વારા બીજા રસ્તાથી મુસાફરી કરવા માટેની વિનંતી કરવામાં આવી છે. જોકે સોનાપુર જંક્શન અને અમરનગર વચ્ચેનો રસ્તો બંધ થતાં કોલોની અને અમનગર વિસ્તારમાં રહેતા નાગરિકોને છેક સાડાચાર કિલોમીટરની લાંબી મુસાફરી કરવી પડશે.

સોનાપુર જંક્શન અને અમરનગરને જોડાતા બ્રિજમાં તિરાડો પડી જવાથી એ તૂટી પડવાની શક્યતાને જોઈ તાનસા પાઈપલાઈનની ઉપરથી જતો બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે એમ જણાવતાં · મુલુંડ ટ્રાફિક વિભાગના સિનિયર ઇન્સ્પેક્ટર અજિત સુળેએ કહ્યું હતું કે ‘મુલુંડ-ગોરેગામ લિન્ક પર બાંધકામ ચાલુ છે. એ ઉપરાંત તાનસા પાઈપલાઈન પરથી જતો બિજ ખૂબ જ ખરાબ સ્થિતિમાં હોવાથી ડિસેમ્બર ૨૦૨૫ સુધી બ્રિજના બાંધકામ માટે બન્ને લેનનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. એ જોતાં અમરનગરથી સોનાપુર આવવા એવી જ રીતે સોનાપુરથી અમરનગર જવા માટે નાગરિકોએ આશરે ૧૧ મહિના છેક છેડાનગરથી લઈ ગુરુગોવિંદ માર્ગ પરથી મુસાફરી કરવી પડશે.’

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
