
મુંબઈગરાએ સોમવારે ગરમીથી રાહત અનુભવી હતી અને ફૂલગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો. સવારે લઘુતમ તાપમાન વધુ ઘટીને 13.7 ડિગ્રી સેલ્સિયસ થઈ જતાં મુંબઈની હવામાં ઠંડક પ્રસરી ગઈ હતી. સોમવાર છેલ્લાં નવ વર્ષમાં ડિસેમ્બરનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. અગાઉ 2015માં તાપમાન ઘટીને 11.4 ડિગ્રી થઈ ગયું હતું. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) અનુસાર, મુંબઈમાં ઠંડીનો દોર આખા અઠવાડિયા દરમિયાન ચાલુ રહેશે અને લઘુતમ તાપમાન શુક્રવાર સુધી 20 ડિગ્રીથી નીચે રહેવાની શક્યતા છે. આઈએમડીએ જણાવ્યું હતું કે, લઘુતમ તાપમાન ઓછામાં ઓછા બુધવાર સુધી 17 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહેવાની સંભાવના છે, જેના પગલે તે સપ્તાહના અંત સુધી 19 થી 21 ડિગ્રીની રેન્જમાં રહી શકે છે. શનિવાર સુધી દિવસનું તાપમાન પણ 31 થી 32 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે વધવાની ધારણા છે.
શહેરીજનો સામાન્ય કરતાં વધુ તાપમાન હેઠળ છેલ્લા કેટલાક દિવસોથી ત્રાસી ગયા પછી, આઈએમડીના સાંતાક્રુઝ સ્ટેશને સોમવારે 13.7 ડિગ્રી તાપમાન નોંધ્યું હતું, જે સામાન્ય કરતાં 5.6 ડિગ્રી ઓછું હતું.

શુક્રવાર સવાર સુધી મુંબઈમાં લઘુતમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હતું ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં 11 ડિગ્રીથી વધુનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. સોમવારે આ ઘટાડાને કારણે મુંબઈમાં 2015 પછીનો સૌથી ઠંડો ડિસેમ્બર દિવસ આવ્યો જ્યારે 24 ડિસેમ્બરે લઘુતમ તાપમાન ઘટીને 11.4 ડિગ્રી થઈ ગયું. મુંબઈમાં 2008 પછીનો ડિસેમ્બરનો સૌથી ગરમ દિવસ ગયા બુધવારે 37.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયા પછી સોમવારે છેલ્લા નવ વર્ષમાં શહેરનો સૌથી ઠંડો દિવસ આવ્યો. આમ ડિસેમ્બરમાં સોથી વધુ તાપમાનની સાથે એકાએક સૌથી લધુતમ તાપમાન બંનેનો રેકાર્ડ જોવા મળ્યો હતો.
હવાની ગુણવત્તા નબળી શ્રેણીમાં
સોમવારે હવામાં ભેજનું પ્રમાણ 34 ટકા હતું, જયારે પવનની ગતિ પ્રતિકલાક 34 કિમી હતી. સોમવારે લઘુતમ અને મહત્તમ તાપમાન અનુક્રમે 23.72 ડિ.સે. અને 28.01 ડિ.સે. રહેશે. ભેજની સપાટી 35 ટકા રહેશે. દરમિયાન મુંબઈમાં ઠંડીને કારણે રાહત અનુભવાઈ છે, પરંતુ બીજી બાજુ શહેરની વાયુની ગુણવત્તા નબળી શ્રેણીમાં આવી ગઈ છે. સોમવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) 203.0 નોંધાયો હતો, જે નબળી શ્રેણીમાં આવે છે. આથી અસ્થમા જેવા શ્વાસના રોગો સાથેના બાળકો અને લોકોએ હવાની ગુણવત્તા સુધરે નહીં ત્યાં સુધી તેમની બહારી પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ. સવારે મોર્નિંગ વોક, જોગિંગ, સાઈકલિંગ કરવા જનારને પણ ધ્યાન રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
