
પવઈમાં સુપ્રીમ બિઝનેસ પાર્કમાં વીમા કંપનીની 27 વર્ષીય કર્મચારીનું 11મા માળ પર ઓફિસની પેન્ટ્રી ખાતે ઈમરજન્સી વિંડોમાંથી અકસ્માતે નીચે પડતાં મોત નીપજ્યું હતું. ગુરુવારે રાત્રે બનેલી આ ઘટનામાં બોરીવલી પૂર્વમં રહેતી જિનલ વોરા (27)નું મોત થયું હતું. જિનલ ઈમરજન્સી વિંડો નજીક કોફી પીતી હતી ત્યારે અકસ્માતે નીચે પડી હતી.

જિનલ સુપ્રીમ બિઝનેસ પાર્ક ખાતે 10મા માળા ગાર્ડનમાં પડતાં માથામાં ગંભીર ઈજાઓ પહોંચ હતી. સાથો અને અન્ય સ્ટાફના સભ્યો તુરંત 10મા માળ પર ધસી ગયા હતા અને જિનલને હિરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં શુક્રવારે સવારે 8.00 વાગ્યે તેનું મોત થયું હતું.તે દિવસે તેમના મેનેજરનો જન્મદિવસ હતો. આથી અન્ય ઓફિસના સભ્યો ડેકોરેશનમાં વ્યસ્ત હતા ત્યારે જિનલ અકસ્માતે નીચે પડી હતી. પોલીસે ઓફિસ સ્ટાફનાં નિવેદન નોંધી લીધાં હતાં અને સીસીટીવી ફૂટેજ પણ મગાવ્યા હતા.આરંભિક તપાસમાં કશું શંકાસ્પદ જણાયું નથી. કોઈ વિધિસર ફરિયાદ નોંધાઈ નથી. આથી અમે અકસ્માતે મૃત્યુનો અહેવાલ દાખલ કર્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
