
ઉત્તરાયણ પર્વમાં પુણ્યકાળમાં ગૌદાન એજ શ્રેષ્ઠ દાન છે એમ આપણા શાસ્ત્રકારોએ વર્ણવ્યું છે. ગૌસેવા એજ શ્રેષ્ઠ પ્રભુસેવાના એક માત્ર ઉમદા ઉદ્દેશ્યને વરેલી છેલ્લાં ૫૭ વર્ષથી અમરેલી જિલ્લાના રાજુલામાં કાર્યરત પૂ. પૂંજાબાપુ દ્વારા સ્થાપિત અને શ્રી કલ્યાણકારી સર્વોદય જીવદયા સંઘ દ્વારા સંચાલિત પાંજરાપોળમાં આશરે ૬૦૦ અંધ, લંગડી, કેન્સરગ્રસ્ત, દૂધ ન આપતી, સૂકાઈ ગયેલી ગૌમાતાઓ અને અનાથ વાછરડાઓની સેવા થાય છે. આ પાંજરાપોળ સંસ્થાનો નિભાવ માત્ર દાતાઓના ગૌદાનથી થાય છે અને સહાયની અત્યંત જરૂર છે.

પાંજરાપોળની બીમાર, વિકલાંગ ગૌમાતાઓ હરીફરી શકે અને તંદુરસ્ત રહે એ શુભ ભાવનાથી ગૌચરણ માટે લેવાયેલી ભૂમિ માટે ભૂમિદાન યોજનામાં માત્ર રૂા.૫૧૦૦૦ થી વધુ આપનાર દાતાઓના નામ સોનેરી અક્ષરે તક્તિમાં અંકિત કરવામાં આવશે એમ જાણીતા મીડિયાકર્મી ખુશી ક્રિયેશન્સના ધર્મેશ વકીલે જણાવ્યું છે. પાંજરાપોળની વધુ વિગતો તેમજ અનુદાન આપવા અંગે કપોળ વૈષ્ણવ શ્રેષ્ઠી ગોપાલદાસ પારેખનો 93240 47909 અથવા 70210 33275 ફોન પર સંપર્ક કરવો. અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્થાને આપેલું દાન/ અનુદાન/ સહાય સીએસઆર એક્ટિવિટીસ અને આવકવેરાની કલમ ૮૦ જી હેઠળ રાહતને પાત્ર છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
