
કારેલીબાગ વિસ્તારમાં હોળીના દિવસે એટલે 13મી માર્ચના રોજ રક્ષિત ચોરસિયાએ ફુલ સ્પીડમાં કાર ભગાવીને ત્રણ વાહનોને અડફેટમાં લીધા હતા. જેમાં આઠ લોકોને ઘવાયા હતા. આ ગોઝારા અકસ્માતમાં હેમાલી પટેલ નામની મહિલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે તેના પતિ પુરુષભાઈ સહિત સાત જણા હજી સારવાર હેઠળ છે. ત્યારે આરોપી રક્ષિત ચોરસિયાનો ડ્રગ્સ રિપોર્ટ જલદીમાં જલદી આપવામાં આવે તેવું પોલીસ દ્વારા ફોરેન્સિકના અધિકારીઓને કહેવામાં આવ્યું છે. આ સાથે રક્ષિતે કારમાંથી ઉતરીને ‘Another Round’ની બૂમો કેમ પાડી તેનું રહસ્ય પણ ઉકેલાયું છે.

‘Another Round’ની બૂમો કેમ પાડી
રક્ષિતે કારમાંથી ઉતરીને ‘Another Round’ની બૂમો કેમ પાડી તેનું રહસ્ય ઉકેલાયું છે. પોલીસની પૂછપરછમાં તેણે જણાવ્યું છે કે, 2020માં રિલીઝ થયેલી હોલીવુડની ફિલ્મ ‘ડેનિશ’નો રક્ષિતના મગજ પર ભારે પ્રભાવ પડ્યો છે. ‘ડેનિશ’ ફિલ્મ ‘Another Round’ એ ચાર મિત્રોની કહાની છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
