
અંધેરી ખાતેની મેટ્રોપોલિટન કોર્ટ નજીકના રસ્તા પર પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરીને અનેક ઝાડોના થડની ફરતે સિમેન્ટ-કોંક્રિટીકરણ કરવામાં આવ્યું છે. એના લીધો ઝાડનો વિકાસ અટકે છે અને એ સૂકાઈ જવાની શક્યતા રહે છે. તેથી પર્યાવરણપ્રેમીઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમ જ જવાબદાર કોન્ટ્રેક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી જોર પકડી રહી છે.
મહાપાલિકાએ મુંબઈમાં મોટા પ્રમાણમાં રસ્તાના કોંક્રિટીકરણના કામ શરૂ કર્યા છે. ચોક્કસ મુદતમાં આ કામ પૂરા કરવાની દષ્ટિએ કામને ઝડપી બનાવવામાં આવ્યા છે. જો કે અનેક વખત આ કામ દરમિયાન રસ્તાની કોરેના ઝાડનું જરાય ધ્યાન રાખવામાં આવતું નથી એવો આરોપ પર્યાવરણપ્રેમીઓ દ્વારા કરવામાં આવે છે. ઝાડના થડની ફરતે કોંક્રિટીકરણ કરવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું છે. તેથી ઝાડનો વિકાસ અટકે છે. તેના મૂળને પૂરતી હવા ન મળવાથી ઝાડ સૂકાઈ જવાની ભારોભાર શક્યતા હોય છે. ઝાડના થડની આસપાસ ઓછામાં ઓછા એક મીટર જગ્યા ખુલ્લી રાખવી અનિવાર્ય હોવાની સૂચના રાષ્ટ્રીય હરિત લવાદ અને સુપ્રીમ કોર્ટે આપી છે. જો કે રસ્તાનું કોંક્રિટીકરણ કરતા આ નિયમને કોરાણે મૂકીને ઝાડના થડની આસપાસ કોંક્રિટીકરણ કરવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું છે.રસ્તાનું કોંક્રિટીકરણ કરતા ઝાડના થડની ફરતે સિમેન્ટ નાખવાથી થોડા દિવસ પહેલાં એરપોર્ટ ઓથોરિટીને મહાપાલિકાના ઉદ્યાન વિભાગે નોટિસ બજાવી હતી.

150 કોન્ટ્રેક્ટરોને નોટિસ
રસ્તાના કામ કરતા ઝાડના મૂળના ઈજા પહોંચાડનારા કોન્ટ્રેક્ટરો પર મહાપાલિકાના ઉદ્યાન વિભાગ અને રસ્તા વિભાગનું ધ્યાન છે. આ પ્રકરણે વિવિધ વોર્ડ કાર્યાલયની હદમાં 150 કોન્ટ્રેક્ટરોને નોટિસ મોકલવામાં આવી છે. આ કોન્ટ્રેક્ટરો પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે. એમાંથી સૌથી વધુ નોટિસ ગોરેગાવ વિભાગના કોન્ટ્રેક્ટરોને બજાવવામાં આવી છે.
સિમેન્ટ, પેવર બ્લોક કાઢી નાખવા
ઝાડના થડની આસપાસ કરવામાં આવેલું કોંક્રિટીકરણ, લગાડેલા પેવર બ્લોક તરત કાઢી નાખવા. ભવિષ્યમાં રસ્તા અને ફૂટપાથ પરના ઝાડની આસપાસ ઓછામાં ઓછી એક મીટર જગ્યા ખુલ્લી રાખવાના નિયમ અનુસાર કામ કરવું તેમ જ અંધેરીના અનધિકૃત કોંક્રિટીકરણ માટે જવાબદાર કોન્ટ્રેક્ટર અને અધિકારીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે એવી માગણી વોચડોગ ફાઉન્ડેશને કરી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
