મુલુન્ડ (ઈ)માં રહેતા વર્ષીય મહિલા સત્યભામા શેલકેએ દાખવેલી હિંમતે ચેનચોરોનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સત્યભામા ૨૦ એપ્રિલના મોટા પુત્રના જઈ પરત પોતાના ઘરે ડેસ્ટિની હાઈટ્સ તરફ જઈ રહી હતી તે સમયે ફાયર બ્રિગેડ ઓફિસ સામેના વિસ્તારમાં હેલ્મેટ પહેરેલા બે અજાણ્યા યુવાનો તેજ ગતિએ નંબરપ્લેટ વગરની બાઈક પર આવ્યા અને પાછળ બેઠેલા યુવકે સત્યભામાએ ઘરે ગળામાં પહેરેલી અંદાજે બે તોલા વજનની સોનાની માળા ખેંચવાનો પ્રયાસ કર્યો પરંતુ ચેઈન તૂટીને સાડીમાં ભરાવેલી સેફ્ટી પીનમાં અટકી ગઈ અને તેજ સમયે સત્યભામાએ મજબૂત રીતે પકડી રાખી અને બૂમાબૂમ કરી મૂકતા મોટરસાયકલ સવારો નૌ-દો ગ્યારહ થઈ ગયા હતા. ત્યારબાદ સત્યભામાએ નવઘર પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા ચોરટાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
