
તાજેતરમાં જ વેબ સિરીઝ ‘ખાકી: ધ બેંગાલ ચેપ્ટર’નું ટ્રેલર રિલીઝ થયું હતું. જેને ઓડિયન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. નીરજ પાંડેની આ વેબ સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પણ છે. આ વેબ સિરીઝથી સૌરવ ગાંગુલી એક્ટિંગની દુનિયામાં ડેબ્યૂ કરી રહ્યા છે. નેટફ્લિક્સે એક વીડિયો શેર કર્યો છે જેમાં સૌરવ ગાંગુલી પોલીસ ઇન્સ્પેક્ટરના રોલમાં જોવા મળી રહ્યા છે. આ મચ અવેટેડ સિરીઝને દેબાત્મા મંડલ અને તુષાર કાંતિ રે દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ક્રાઇમ થ્રિલર સિરીઝ 20 માર્ચે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. રિલીઝ ડેટની જાહેરાત કરતા નેટફ્લિક્સે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું, “ધ બેંગાળ ટાઇગર મીટ ધ બેંગાળ ચેપ્ટર. ‘ખાકી: ધ બેંગાલ ચેપ્ટર’ 20 માર્ચે રિલીઝ થશે, ફક્ત નેટફ્લિક્સ પર.”

વીડિયોની શરૂઆતમાં, ડિરેક્ટર કોલકાતાના રાજકુમાર સૌરવ ગાંગુલીને એક પ્રામાણિક અને એન્ગ્રી પોલીસ ઓફિસરના રોલમાં આપવા માટે કહે છે. સૌરવ ફરીથી પોલીસ યુનિફોર્મમાં જોવા મળે છે. તે પોતાનો એન્ગ્રી અંદાજ બતાવે છે અને જોર જોરથી બૂમો પાડે છે. જોકે ડાયરેક્ટર આનાથી નાખુશ છે. પછી તેનો જેલમાં રહેલા ગુંડાને માર મારતો સીન બતાવવામાં આવે છે.
સૌરવ ગાંગુલી ગુંડાઓને મારવામાં પણ તેમની બેટિંગ અને સ્ટ્રોકના નામ આપીને વાત કરે છે. આ હાઈ-ઓક્ટેન વીડિયોમાં દાદા તેમના પોલીસ ઓફિસર વાળા લુકમાં જોવા મળે છે. જેમાં તે પોતાનો આક્રમક ગુસ્સાને દેખાડતા એક ભૂતપૂર્વ કોચને યાદ કરે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
