
થાણેના યેઉર ખાતેના નેશનલ પાર્ક પરિસરમાં ટ્રેકિંગ માટે ગયેલા છોકરાઓ પર મધમાખીઓએ હુમલો કર્યાની ઘટના બની હતી. આ ઘટનાની માહિતી મળતા જ વર્તકનગર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને ટીડીઆરએફ જવાન તથા મહાપાલિકાના આપત્તિ વિભાગ ઘટનાસ્થળે પહોંચીને અટવાયેલા છોકરાઓનું સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. દરમિયાન આ ઘટનામાં સાત જણને તેમના વાલીઓને સોંપવામાં આવ્યા હતા. ત્રણ જણ પર થાણેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.
થાણેના યેઉરના ડુંગર પર દસ છોકરાઓ ટ્રેકિંગ માટે ગયા હતા. જંગલમાં રસ્તા ભૂલ્યા અને લગભગ 4 કિલોમીટર ચાલ્યા હતા. એ સમયે તેમના પર મધમાખીઓએ હુમલો કર્યો હતો. એક મધમાખીઓએ ડંખ માર્યો હોવાથી આ છોકરાઓ ત્યાં જ અટવાઈ ગયા હતા.

એક છોકરાએ વર્તકનગર પોલીસ સ્ટેશનમાં પોતે બધા અટવાયા હોવાની માહિતી આપી હતી. પોલીસ, આપત્તિ વિભાગ, ટીડીઆરએફના જવાને મળીને લગભગ દોઢ કલાકના પ્રયત્ન બાદ સુખરૂપ છૂટકારો કરવામાં આવ્યાની માહિતી મહાપાલિકાના આપત્તિ વિભાગે આપી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
