
ટ્રેનમાં મહિલા પ્રવાસીઓ સાથે ઝઘડામાં મધ્યસ્થી કરવા જતાં ચોકલેટ વેચનાર પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી હુમલાખોરને અન્ય પ્રવાસીઓએ માર માર્યો હતો. આથી પીડિત અને હુમલાખોર બંને પર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પીડિત આઈસીયુમાં છે.
આ ઘટના પશ્ચિમ રેલવેમાં બાંદરા સ્ટેશન નજીક બુધવારે બપોરે હતી. સચિન ધારોલિયા (24) તેના સાળા જિતેશ આંબલિયા સાથે ટ્રેનના મહિલાઓના ડબ્બામાં ચોકલેટ વેચતો હતો. દરમિયાન અમુક મહિલા પ્રવાસીઓનો એક પુરુષ સાથે ઝઘડો થયો. આથી ધારોલિયાએ ઝઘડો રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મામલો વધુ વકર્યો અને મહિલાઓ સાથે ઝઘડો કરનારે છરી કાઢીને ધારોલિયાના પેટમાં હુલાવી દીધી હતી.

આટલું ઓછું હોય તેમ માથામાં લાકડીનો ઘા કર્યો હતો.આ પછી પ્રવાસીઓએ આરોપીને માર માર્યો હતો. પોલીસને પણ જાણ કરી હતી. બાંદરા રેલવે પોલીસની ટીમે આવીને આરોપીને ઝડપી લીધો. આ પછી ધારોલિયા અને આરોપી પ્રદીપ ક્ષત્રિય (49)ને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ધારોલિયાને ગંભીર ઈજાઓ થઈ હોવાથી આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે,

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
