
મહારાષ્ટ્રના પ્રધાન પ્રતાપ સરનાઈકે ગુરુવારે એવી જાહેરાત કરી હતી કે થાણે શહેરમાં આવેલા ઉપવન તળાવ ખાતે ભગવાન વિઠ્ઠલની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.
રાજ્યના પરિવહન પ્રધાન થાણેમાંથી જ આવે છે અને તેમણે ગુરુવારે પત્રકારોને સંબોધતાં ઉપરોક્ત જાહેરાત કરી હતી.
ભગવાન વિઠ્ઠલની પ્રતિમા તળાવના કાંઠે સ્થાપિત કરવામાં આવશે અને અષાઢી એકાદશીના દિવસે તેની મહાઆરતીકરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

પ્રતિમા સ્થાપિત કરતી વખતે ગુણવત્તા જાળવી રાખવામાં આવશે તેમ જ સુરક્ષાના બધા જ પગલાં લેવામાં આવશે, એમ પણ તેમણે કહ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
