
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અહીં ભાજપ અને અન્ય સહયોગી સંગઠનોના પદાધિકારીઓ સાથે વિચારમંથન સત્રનું આયોજન કરી રહ્યું છે, એમ એક કાર્યકર્તાએ રવિવારે જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ શનિવારે બે દિવસના સત્રમાં હાજરી આપી હતી, જ્યારે પ્રધાનો ચંદ્રકાંત પાટિલ, ચંદ્રશેખર બાવનકુળે અને અન્ય ભાજપના નેતાઓ રવિવારે હાજર રહ્યા હતા.
ભાજપ ઉપરાંત, વિશ્ર્વ હિન્દુ પરિષદ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને અન્ય સંગઠનોના પદાધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ બેઠક મહત્વપૂર્ણ બની રહી છે.

આરએસએસના એક પદાધિકારીએ જણાવ્યું હતું કે આ બેઠક નિયમિત પ્રકારની છે અને દર છ મહિને સંગઠનના વિવિધ ક્ષેત્રોમાં વિકાસની સમીક્ષા કરવા માટે યોજાય છે.આરએસએસના સંયુક્ત સચિવ અતુલ લિમયેએ સંકલન માટેની બેઠકની અધ્યક્ષતા કરી હતી.
ગયા વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, એનસીપી અને શિવસેનાની મહાયુતિને પ્રચંડ વિજય મળ્યા પછી આવા પ્રકારનું આ પહેલું સત્ર છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
