
માથેરાનના ડુંગર નીચે 25 મીટર પહોળું અને 10 મીટર ઉંચા બોગદાનું કામ ફક્ત 16 મહિનામાં ખોદીને પૂરું કરવામાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈંડિયાને સફળતા મળી છે. માથેરાનના ડુંગર નીચે મોરબે (તાલુકો અંબરનાથ) ખાતે આ બોગદું મુંબઈ-વડોદરા એક્સપ્રેસ હાઈવેના ભાગ તરીકે બાંધવામાં આવ્યું છે.
મુંબઈ-અમદાવાદ હાઈવે, ઘોડબંદર રોડ અ થાણે-બેલાપુર રોડ પરના ટ્રાફિકજામથી મુક્તિ આપતો 122 કિલોમીટર લાંબો મુંબઈ-વડોદરા એક્સપ્રેસ હાઈવે એનએચએઆઈ તરફથી બાંધવામાં આવી રહ્યો છે. આ હાઈવેનો અંતિમ તબક્કો મોરબે ખાતે પૂરો થાય છે. આ જ મોરબે પહેલાં માથેરાનના ડુંગર ખોદીને મોટું પહોળું બોગદું તૈયાર કરવામાં આવ્યું છે. આ એક્સપ્રેસ હાઈવે 4 વત્તા 4 એમ કુલ આઠ લેનનો છે. તેથી આ બોગદું પણ એ પ્રમાણે બાંધવામાં આવ્યું છે. એ 25 મીટર પહોળું અને 10 મીટર ઉંચું છે.

ઉપરાંત આ બોગદામાં દર 500 મીટર અંતરે એક તરફથી બીજી તરફ જવા માર્ગ છે. આવા સાત ક્રોસ કનેક્ટર ત્યાં બાંધવામાં આવ્યા છે. આ બોગદું બંને તરફથી 4.174 કિલોમીટર લાંબુ છે. એ અનુસાર 8.348 કિલોમીટરનું ખોદકામ 16 મહિનાના વિક્રમજનક સમયમાં પૂરું કરવામાં આવ્યું છે. બેસોલ્ટ ખડક ફોડીને આ કામ પૂરું કરવામાં આવ્યું છે. આ રસ્તો મુખ્યત્વે જવાહરલાલ નહેરુ બંદર પ્રાધિકરણ એટલે કે જેએનપીટીને જોડનારો છે. તેથી ત્યાંના મોટા કન્ટેનરોની અવરજવર આ હાઈવેથી થશે. એ દષ્ટિએ કેટલાય મોટા કન્ટેનર અથવા ટ્રક હશે તો પણ એની ઉપર 5.50 મીટર અંતર રહે એ પદ્ધતિથી આ બોગદું ખોદવામાં આવ્યું છે એવી માહિતી એનએચએઆઈ થાણે પ્રકલ્પ પ્રમુખ સુહાસ ચિટનીસે આપી હતી.

આ બોગદું ખોદાઈને પૂરું થયા પછી હવે અંદરનો રસ્તો બાંધવાનું કામ ચાલુ છે. તેમ જ એમાં ચાર ઠેકાણે મોટા વેન્ટિલેશન પંખા હશે. એનું પણ કામ ચાલુ છે. ચોમાસા પહેલાં આ કામ પૂરું કરવાનું નિયોજન એનએચએઆઈએ કર્યું છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
