
મુલુંડ કોલોની સ્થિત હાઈલેન્ડ પાર્કમાં રહેતા અને મુલુન્ડની ઈ.એસ.આય.એસ. હોસ્પિટલના સેવાનિવૃત નર્સ કાંચન ગુરસળે (૬૯) એ તેમના ડોકટર પતિ સુર્યકાંત ગુરસવેના ઓળખીતા મુલુન્ડના હીરાના વેપારી મહેશ ઉકાર્ડ પાસે રોકાણ કરેલા રૂા. ૪૦ લાખ તે ચાઉં કરી ગયો હોવાની ફરિયાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
ફરિયાદ મુજબ ડો. સુર્યકાંતની ૨૦૦૯માં મહેશ ઉકાર્ડે સાથે ઓળખાણ થઈ હતી. મહેશ મુલુન્ડ (વે.)માં શાંતિ ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ ખાતે મોનાર્ક ડાયમંડ નામની શોપ ધરાવે છે. તેમની મુલાકાતો વધતી ગઈ અને ગાઢ સંબંધ બંધાઈ ગયો હતો. દરમ્યાન કાંચન ૨૦૧૩માં નિવૃત થયા હતા. મહેશને હીરાના વ્યવસાય માટે પૈસાની આવશ્યકતા હતી તેથી તેણે ડો.સુર્યકાંત પાસે છ મહિનામાં રકમ બમણી કરી દેશે એવી લાલચ આપીને ૨૦૧૬માં પ્રથમ રૂ.૩૦ લાખ અને ત્યારબાદ ૨૦૧૭માં ૧૦ લાખ ઉછીના લીધા હતા.

ડો. સૂર્યકાંતે ૨૦૧૮માં મહેશ પૈસા પરત માંગ્યા તો તેણે બે મહિના બાદ પરત કરવાનો વાયદો કર્યો ત્યારબાદ કોવિડની મહામારી આવી જતા મહેશે તેની પાસે પૈસા નથી, પૈસા આવશે એટલે પાછા આપીશ એવા ઠાલા વચનો આપ્યા ત્યારબાદ ૨૦૨૨માં ગુરસળે દંપતીએ પ્રત્યક્ષ જઈને મહેશ પાસે પૈસા માગ્યા તો તેણે ઉડાઉ જવાબ આપ્યો તેથી તેઓ તેના મુલુન્ડ (વે.) ઘાટીપાડા સ્થિત મેપલ હાઈટસમાં આવેલા ઘરે ગયા તો મહેશે તેમને હું પૈસા નથી આપવાનો જે કરવું હોય તે કરી લો. એવુ જણાવીને ફરિ વખત તેના ઘરે પૈસા માંગવા આવશે. તો તેની પાસે રિવોલ્વર છે એવુ કહીને તેમને તથા ગુરસળે પરિવારને મારી નાખવાની ધમકી આપી તેથી ગુરસળે દંપતીએ ડરીને પોલીસ ફરિયાદ કરી નહી પરંતુ એક વર્ષ રાહ જોયા બાદ પરિણામ શૂન્ય આવતા કાંચને મહેશ ઉકાર્ડે વિરુદ્ધ ગુરસળે પરિવાર સાથે રૂપિયા ૪૦ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
