મુંબઈમાં ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે અને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે બૃહન્મુંબઈ મહાનગર પાલિકાએ પાણી ભરાતા સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવાની યોજના બનાવી છે.

દર વર્ષે ભારે વરસાદ દરમિયાન મુંબઈમાં અનેક જગ્યાએ પાણી ભરાવવાની સમસ્યા જોવા મળે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પાલિકાએ મુંબઈમાં પાણી ભરાતા સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવાનું પ્લાનિંગ કરી રહી છે. આ સીસીટીવી કેમેરા મહાનગર પાલિકા હેડક્વાર્ટર સાથે કનેક્ટેડ હશે.

પાણીનો ભરાવો જોઈને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ વૉર્ડ ઑફિસને આ બાબતનીજાણ કરશે જેથી લોકોને સમયસર એલર્ટ કરી શકાય અને પાણીનો નિકાલ કરી શકાય, ટ્રાફિકનું નિયોજન કરી શકાય.

ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સ્થિતિને પહોંચી કરવા માટે BMC મુંબઈમાં 480 સ્થળોએ હાઇપાવર પંપ બેસાડી રહી છે. BMCના અધિકારીએ આ બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષે જ્યાં જ્યાં પાણી ભરાઈ જવાની શક્યતા હશે ત્યાં સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે.

કિંગ્સ સર્કલ, હિંદમાતા, સાયન, માટુંગા, ખાર સબ-વે, દાદર ટીટી, માટુંગા, જેજે જંકશન, શેઠ મિશ્રી દરગાહ એન્ટોપ હિલ, પોસ્ટલ કોલોની, ચેમ્બુર, ચુનાભટ્ટી, માનખુર્દ રેલવે સ્ટેશન, તિલક નગર, અંધેરી સબવે, મિલન સબવે, ખાર સબવે, દહિસર સબ-વે, મલાડ સબ-વે, નેશનલ કૉલેજ બાંદરા વેસ્ટ, જોગેશ્વરી, મલાડ, કાંદિવલી, બોરીવલી ખાતે પાણી ભરાવવાની સમસ્યા જોવા મળે છે અને આ સ્થળો હવે BMC કેમેરાથી વોચ રાખશે. ભારે વરસાદ દરમિયાન અહીં સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/GjgqLFW72fmFHMBBpYQGdG 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us