
રંગોનો તહેવાર હોળી દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. આ ધ્યાનમાં લેતાં વિમાન કંપનીઓ દ્વારા પણ વિમાન પ્રવાસ દરમિયાન વિશેષ આયોજન કરવામાં આવી રહ્યાં છે.
આના જ ભાગરૂપે અકાસા એરની કેફે અકાસા દ્વારા હોળી સ્પેશિયલ મીલનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તહેવારને ધ્યાનમાં રાખીને વિમાનમાં પ્રવાસીઓ માટે લીલા વટાણાના ઘૂઘરા સાથે દહીં ભલ્લા ચાટ, રબરી સાથે માલપુઆ, પસંદગીનું બેવરેજ વગેરે રખાયું છે. સંપૂર્ણ માર્ચ દરમિયાન અકાસા એરના નેટવર્કમાં તે ઉપલબ્ધ કરાશે, જે માટે અકાસા એરની વેબસાઈટ અથવા મોબાઈલ એપ પર પ્રી-બુક કરી શકાશે, એમ એક યાદીમાં જણાવાયું છે.

હોળીના તહેવારના જોશને બહેતર બનાવવા માટે તૈયાર કરાયેલું આ ખાસ ભોજન ખુશી, સ્વર્ણિમતા અને એકતાનું પ્રતિક છે. સમકાલીન ઈન-પ્લાઈટ ડાઈનિંગ અનુભવ સાથે પારંપરિક ફ્લેવર્સને જોડીને પ્રવાસીઓ આકાશમાં પણ હોળીની ઉજવણી કરવાનું ચાલુ રાખી શકે એવી અમે વ્યવસ્થા કરી છે, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું.
ઉપરાંત મકર સંક્રાંતિ, વેલેન્ટાઈન્સ ડે, ઈદ, મધર્સ ડે, ઈન્ટરનેશનલ યોગા ડે, મોન્સૂન સીઝન, નવરોઝ, ઓણમ, ગણેશચતુર્થી, દશેરા, દિવાળી, ક્રિસમસ સહિતના વિવિધ તહેવારો દરમિયાન પણ તેને છાજે તેવા મીલ પ્રવાસીઓને પીરસવામાં આવે છે. ઉપરાંત વહાલાજનો સાથે આકાશમાં ઉડાણ દરમિયાન બર્થડેની ઉજવણી કરવા માગતા પ્રવાસીઓ માટે તેના નિયમિત મેનુ પર કેક્સની પૂર્વ- પસંદગીની ઓફર પણ આપવામાં આવે છે.

તેના મેનુમાં ફ્યુઝન મૂલ્સ સહિત 45+ મીલ વિકલ્પ, પ્રાદેશિક ટ્વિસ્ટ સાથે એપિટાઈઝર્સ, ડેઝર્ટનો પણ સમાવેશ થાય છે, જે દેશના નામાંકિત સેફ દ્વારા ખાસ તૈયાર કરવામાં આવે છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
