
સોમવારે સાંજે થાણે સ્ટેશનના પ્લેટફોર્મની છત પરના સૂકા ક્યરામાં આગ લાગવાથી પ્લેટફોર્મ એક અને બે પરની સેવાઓને થોડા સમય માટેઅટકાવવી પડી હતી. આ ઘટનામાં કોઈ પણ પ્રવાસીને કોઇજાતનું નુકસાન થયું નથી. થાણે ખાતે પ્લેટફોર્મ નંબર બે પર સીએસટી તરફ છેડેજ્યાં પ્લેટફોર્મ નંબર એક પણ કનેક્ટ થાય છે. ત્યાં સાંજે ૪.૨૦ વાગ્યાની આસપાસ આગનું છમકલું જોવા મળ્યું હતુ.

ત્યારબાદ પાલિકાની બચાવ ટીમોને બોલાવવામાં આવી હતી અને ઓવરહેડ વાયરનો વીજપુરવઠો બંધ કરી દેવાયો હતો. સુરક્ષાના પગલા તરીકેટ્રેન વ્યવહારઅટકાવવામાંઆવ્યોહતો. પ્લેટફોર્મ નંબર એકપર થાણેથી ઉપડતી અને ત્યાં ટર્મિનેટ થતી ટ્રેનો હોય છે. જ્યારે બાજુના પ્લેટફોર્મ બે પર ડોંબિવલી અને કલ્યાણ તરફની લોકલ સેવા હોયછે. આ બન્ને લાઇન પર ટ્રેનોને ૧૦મિનિટ માટે અટકાવવામાં આવી હતી. રેલવે પ્રશાસને જણાવ્યું હતુંકેઆ ઘટનાથી પીક અવર્સની સેવાઓમાં ખાસ વિક્ષેપ પડ્યો ન હતો. આગને થોડી જ મિનિટોમાં બુઝાવવામાં આવી હતી અને બાદમાં ટ્રેન વ્યવહાર પૂર્વવત કરાયોહતો. પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
