
બોમ્બની ધમકીને કારણે મુંબઈ પરત ફરેલી ન્યૂ યોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ મંગળવારે સવારે તેના ગંતવ્ય સ્થાન માટે રવાના થઈ હતી. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એફડીટીએલ (ફ્લાઇટ ડ્યૂટી ટાઇમ લિમિટેશન)ની સમસ્યાને કારણે નવા ઓપરેટિંગ ક્રૂ સાથે,ફલાઈટે તમામ ૩૦૩ મુસાફરો સાથે ઉડાન ભરી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસે સોમવારે સાંજે આ ઘટનાના સંદર્ભમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. સોમવારે સવારે લગભગ ૬ વાગ્યે વિમાન મધ્ય એશિયાના અઝરબૈજાન ઉપર ઉડાન ભરી રહ્યું હતું ત્યારે ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. એક મુસાફરે શૌચાલયમાં ‘ફ્લાઇટમાં બોમ્બ છે’ સંદેશ લખેલી એક નોંધ જોઈ હતી અને ક્રૂને ચેતવણી આપી હતી.

બોમ્બની ધમકીને કારણે મુંબઈ પરત ફરેલી ન્યૂ યોર્ક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અઝરબૈજાન એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગનો પ્રયાસ નિષ્ફળ જતા વિમાનના કેપ્ટને પરત ફરવાની વ્યવસ્થા કરવા માટે મુંબઈ એરપોર્ટ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. ફ્લાઈટ લગભગ નવ કલાક સુધી ઉડાન ભર્યા બાદ સોમવારે સવારે મુંબઈ પાછી આવી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા બોઇંગ ૭૭૭-૩૦૦ ઇઆર વિમાનની સંપૂર્ણ તપાસ કર્યા પછી કંઈ શંકાસ્પદ મળ્યું નહોતું, અને તેને મંગળવારે સવારે ૫ વાગ્યે ઉડાન ભરવા માટે ફરીથી શેડયૂલ કરવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
