
થાણે-ભિવંડી-કલ્યાણને દોડનારા મેટ્રો-૫ પ્રકલ્પનું ૮૦ ટકા કામ પૂર્ણ થયું છે. આ મેટ્રો શરૂ થયા બાદ લોકલ ટ્રેન પરનું દબાણ પણ ઓછું થવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.
મેટ્રો-૫નો ૨૪.૯૦ કિલોમીટર લાંબો એલિવેટેડ કોરિડોરમાં ૧૫ સ્ટેશન હશે. પ્રથમ તબક્કામાં થાણેથી ભિવંડી દરમિયાન કનેક્ટિવિટી મળશે. ૩૧મી માર્ચ, ૨૦૨૫ સુધી આ મેટ્રો સેવામાં દાખલ થશે.
હાલમાં શરૂ છે એવા મેટ્રો-૪ (વડાલાથી કાસારવડવલી) અને પ્રસ્તાવિત મેટ્રો-૧૨ (કલ્યાણથી તળોજા) અને મધ્ય રેલવેને આ મેટ્રો –૫ જોડવામાં આવશે. પ્રવાસીઓના સમયમાં આ મેટ્રો માર્ગને કારમે પચાસથી ૭૫ ટકાનો ઘટાડો થશે. આ પ્રકલ્પ માટે ૮૪૧૬.૫૧ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો અંદાજ છે.

આ મેટ્રોમાં રોજના ત્રણ લાખ પ્રવાસી પ્રવાસ કરી શકશે. એક મેટ્રો ટ્રેનની 1,756 પ્રવાસીની ક્ષમતા છે. મેટ્રો પાંચનું કામ પહેલી માર્ચ 2022ના પૂર્ણ થવાનો અંદાજ હતો પણ હવે નવી ડેડલાઇન 31 માર્ચ 2025 છે.
નવી મેટ્રોના સ્ટેશનમાં બાલકુમ નાકા, કશેલી, કાલ્હેર, પૂર્ણા , અંજુરફાટા, ધામનકાર નાકા, ભિવંડી, ગોપાલનગર, ટેમઘર, રજનોલી, કલ્યાણ, કલ્યાણ APMC વગેરે સ્ટેશનનો સમાવેશ થાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
