July 27, 2024
11 11 11 AM
Health Tips – ઘઉં નહીં આ લોટની રોટલી ખાવાની કરી દો શરુઆત, લોખંડ જેવું મજબૂત અને નિરોગી રહેશે શરીર
આજનું રાશિફળ (Saturday, July 27, 2024)
ફ્રી મેડિકલ કેમ્પ તથા મફત દવાઓ… FREE….FREE….FREE…MOBILE CLINIC
વરલીમાં 50 વર્ષીય વ્યક્તિની હત્યા મુદ્દે એકની ધરપકડ
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
અવસાન નોંધ
ઘાટકોપરમાં રમેશ પારેખની યાદમાં સાહિત્ય દરબાર
રેલવેનો પોતાની હદમાં ઊભા કરેલા જાહેરાત હોર્ડિંગ હટાવવાનો ઈનકાર
અવસાન નોંધ
Breaking News
Health Tips – ઘઉં નહીં આ લોટની રોટલી ખાવાની કરી દો શરુઆત, લોખંડ જેવું મજબૂત અને નિરોગી રહેશે શરીર આજનું રાશિફળ (Saturday, July 27, 2024) ફ્રી મેડિકલ કેમ્પ તથા મફત દવાઓ… FREE….FREE….FREE…MOBILE CLINIC વરલીમાં 50 વર્ષીય વ્યક્તિની હત્યા મુદ્દે એકની ધરપકડ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ અવસાન નોંધ ઘાટકોપરમાં રમેશ પારેખની યાદમાં સાહિત્ય દરબાર રેલવેનો પોતાની હદમાં ઊભા કરેલા જાહેરાત હોર્ડિંગ હટાવવાનો ઈનકાર અવસાન નોંધ

સાંતાક્રુઝ અને ચેમ્બુરને જોડતા રસ્તાનું કામ જુલાઈ સુધી થશે પુરુ

અમરમહેલ-સાંતાક્રુઝ, પશ્ચિમ એક્સ્પ્રેસ-વેને સિગ્નલમુક્ત અને સૌથી ઝડપથી પ્રવાસ કરવા માટે હવે જુલાઇ મહિના સુધીની રાહ મુંબઈગરાઓને જોવી પડશે. સાંતાક્રુઝ અને ચેમ્બુરને જોડવા માટે વાકોલા નાળા-પાનબાઈ ઇન્ટરનેશનલ સ્કૂલ એલિવેટેડ રોડ નિર્માણ કરવાનું કામ એપ્રિલ મહિના સુધી પૂર્ણ કરવામાં આવશે એવી જાહેરાત એમએમઆરડીએ દ્વારા કરવામાં આવી હતી. આ રોડનું કામ 95 ટકા જેટલું જ પૂરું થયું છે, જેથી બાકીના કામકાજને પૂર્ણ થવા માટે જુલાઇ સુધીનો સમય લાગવાનો છે અને તે બાદ આ રોડને વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવશે.

સાંતાક્રુઝ-ચેમ્બુર માર્ગનો વિસ્તાર કરવા માટે કપાડિયા નગર-વાકોલા દરમિયાન એલિવટેડ રોડ નિર્માણ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ રોડ માટે 600 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ રોડ માત્ર ત્રણ કિલોમીટર જ બનીને પૂર્ણ થયો છે અને 210 મીટર અને આગળ 500 મીટરના એલિવટેડ રોડનું કામ હજુ સુધી શરૂ કરવામાં આવ્યું નથી. વાકોલા નાળા-પશ્ચિમ એક્સ્પ્રેસ હાઇ-વે પરના એફઓબી પરથી કેબલ સ્ટે પુલ જવાનો છે અને આગળ આ રોડ પાનબાઈ સ્કૂલ સુધી હાલના પુલ સાથે જોડવામાં આવશે.

આ બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ અમર મહેલ-સાંતાક્રુઝ અને પશ્ચિમ એક્સ્પ્રેસ હાઇવે પરનો પ્રવાસ અમુક મિનિટમાં પૂર્ણ થશે, એવું અધિકારીએ કહ્યું હતું. આ રોડનું કામ સમયસર પૂર્ણ નહીં કરવા માટે કોન્ટ્રેક્ટર પર કાર્યવાહી કરી તેની પાસેથી 2.5 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us