
મુંબઈ નાગપુર એક્સપ્રેસ ડિસેમ્બર 2022 અને માર્ચ 2023 એમ બે વાર આંશિક રીતે ખુલ્લો મુકવામાં આવ્યો છે. હવે તેના છેલ્લા ભાગનું બાંધકામ પણ પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં ઇગતપુરી થી થાણે સુધીના 76 કિમીનું કામ પણ પૂર્ણતાને આરે છે અને ટૂંક સમયમાં આ સેક્શન પણ ખુલ્લુ મૂકવામાં આવશે ત્યારબાદ મુંબઇને નાગપુર સુધી હાઇટેક છ લેનની કનેક્ટિવિટી મળશે અને મુંબઈથી નાગપુર સુધીની મુસાફરી સાત કલાકમાં પૂરી થઈ જશે.
701 કિમી લાંબા સમૃદ્ધિ હાઇવેનો નાગપુર થી શીરડી સુધીનો 520 કિલોમીટરના પહેલા તબક્કો ડિસેમ્બર 2022 માં શરૂ કરવામાં આવ્યો હતો. બીજા તબક્કામાં શીરડી થી ભારવીર સુધીનો લગભગ 80 કિમીનો તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે ત્રીજા તબક્કામાં ભારવીરથી ઈગતપૂરી સુધીનો 23 કિલોમીટરનો વધુ એક તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો. તેથી હાલમાં નાગપુરથી ઉપાડતા વાહનો કોઈપણ અવરોધ વિના સીધા ઇગતપુરી સુધી પહોંચી રહ્યા છે. હવે આ વાહનો ટૂંક સમયમાં જ મુંબઈ સુધી પહોંચી શકશે.

સમૃદ્ધિ હાઇવેનો આ તબક્કો ખુલી ગયા બાદ મુંબઇ-નાગપુર પ્રવાસ વધુ ઝડપી બનશે. સમૃદ્ધિ હાઇવેનો અંતિમ સેક્શન ટ્રાફિક માટે ખુલ્લો મુકાયા બાદ નાગપુરથી નીકળતા વાહનો સીધા મુંબઇ ગેટવે સુધી પહોંચી જશે.
નોંધનીય છે કે સમૃદ્ધિ એક્સપ્રેસ ફડણવીસના સ્વપ્ન પ્રોજેક્ટમાં સામેલ છે. 2014માં જ્યારે તેઓ મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન આ એક્સપ્રેસ-વે પર કામ શરૂ થયું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
