
દહિસર-અંધેરી મેટ્રો-2એ અને દહિસર-ગુંદવલી મેટ્રો-7 રૂટ પર કુલ પ્રવાસી સંખ્યા 15 કરોડને પાર પહોંચી ગઈ છે. હાલની સ્થિતિમાં આ બંને મેટ્રો રૂટ પર દરરોજ 2 લાખ 60 હજાર કરતા વધુ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણના 337 કિલોમીટર લાંબા મેટ્રો રૂટમાંથી મેટ્રો-2એ અને મેટ્રો-7 રૂટ અત્યારે ચાલુ છે. આ બંને રૂટ પર દહિસર-દહાણુકર વાડી-આરે દરમિયાનનો 20 કિમી લાંબો પ્રથમ તબક્કો એપ્રિલ 2022માં શરૂ કરવામાં આવ્યો છે. જાન્યુઆરી 2023માં બીજો તબક્કો ચાલુ થયો અને દહિસર-અંધેરી મેટ્રો 2એ અને દહિસર-ગુંદવલી મેટ્રો-7 રૂટ સંપૂર્ણઁપણે ચાલુ થયો.
શરૂઆતમાં આ બંને રૂટને જોઈએ એવો પ્રતિસાદ મળ્યો નહોતો. તેથી શરૂઆતમાં આ બંને રૂટ પર દરરોજ થોડા હજાર લોકો પ્રવાસ કરતા હતા. ધીમે ધીમે મુંબઈગરાઓ આ રૂટ તરફ વળ્યા અને હવે બંને મેટ્રો રૂટ પર દૈનિક પ્રવાસી સંખ્યા 2 લાખ 60 હજાર પર પહોંચી છે. આ બંને રૂટ પર અત્યાર સુધી પ્રવાસીઓની સંખ્યા 15 કરોડને પાર થઈ છે એવી માહિતી મહામુંબઈ મેટ્રો સંચલન મહામંડળ તરફથી આપવામાં આવી છે.

આ રૂટ પર કુલ પ્રવાસી સંખ્યા ફેબ્રુઆરી 2024માં 10 કરોડ પર પહોંચી હતી. એમએમએમઓસીએલે આપેલી માહિતી અનુસાર મેટ્રો-2એ અને મેટ્રો-7 રૂટ પર પ્રવાસી સંખ્યાએ તાજેતરમાં 15 કરોડનો તબક્કો પાર કર્યો છે. અત્યાર સુધી આ બંને રૂટ પર 15 કરોડ 84 લાખ 81 હજાર 589 પ્રવાસીઓએ પ્રવાસ કર્યો છે.
મેટ્રો-1 કાર્ડને પણ ઉત્તમ પ્રતિસાદ
આ રૂટને પ્રવાસીઓનો પ્રતિસાદ વધી રહ્યો છે. પ્રવાસીઓનો મેટ્રો પ્રવાસ વધુમાં વધુ સહેલો કરવા એમએમએમઓસી તરફથી જરૂરી તમામ પ્રયત્ન કરવામાં આવતા હોવાનું જણાવવામાં આવ્યું છે. દરમિયાન મેટ્રો-2અ અને મેટ્રો-7 રૂટ પરના પ્રવાસીઓનો પ્રવાસ સહેલો કરવા એમએમએમઓસીએલ તરફથી એકાત્મિક ટિકિટ સિસ્ટમ અંતર્ગત (નેશનલ કોમન મોબિલિટી કાર્ડ) મુંબઈ 1 કાર્ડ સેવા શરૂ કરી છે. આ સેવાને પણ પ્રવાસીઓનો ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે. આજની તારીખે બે લાખ 69 હજાર 602 પ્રવાસીઓ મુંબઈ-1 કાર્ડનો ઉપયોગ કરે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
