
નાગરિકોના આરોગ્યનું ધ્યાન રાખવા, તેમ જ નાગરિકોને ભેળસેળવાળા પદાર્થ ન મળે એ માટે અન્ન અને ઔષધ પ્રશાસને ખાદ્યપદાર્થ વિક્રેતાઓ વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ અંતર્ગત જે ખાદ્યપદાર્થ વિક્રેતા પાસે અન્ન સુરક્ષા અને માનક કાયદો 20026 અંતર્ગત નોંધણી અને લાયસંસ નહીં હોય તો કાર્યવાહી કરવામાં આવશે. એમાં ખાદ્યપદાર્થ વિક્રેતા પર એકથી દસ લાખ રૂપિયા સુધી દંડ વસૂલ કરવામાં આવશે એવો ઈશારો અન્ન અને ઔષધ પ્રશાસનના મુંબઈ વિભાગના સહઆયુક્ત (અન્ન) મંગેશ માનેએ આપ્યો હતો.
રાજ્યના નાગરિકોને શુદ્ધ અને સુરક્ષિત ખાદ્યપદાર્થ મળે એ માટે એફડીએ કાર્યરત છે. ગ્રાહકોની છેતરપિંડી કરીને તેમને ભેળસેળવાળા ખાદ્યપદાર્થ ન મળે એ માટે એફડીએ તરફથી સમયાંતરે ઝુંબેશ ચલાવવામાં આવે છે. ખાદ્યપદાર્થ વિક્રેતા, ઉત્પાદક, ફેરિયા અને હંગામી સ્ટોલધારક પાસે નોંધણી પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જો કે અનેક ખાદ્યપદાર્થ વિક્રેતા પાસે લાયસંસ નથી હોતું અથવા એની નોંધણી કરેલી નથી હોતી એમ જણાયું છે. તેથી છૂટક વિક્રેતા, હોટેલ, ઢાબા, કરિયાણાની દુકાન, બેકરી, મીઠાઈ, દૂધ અને અન્ય ખાદ્યપદાર્થ વિક્રેતાઓ અને ઉત્પાદકો પાસે લાયસંસ નહીં હોય તો 10 લાખ રૂપિયા સુધી દંડ કરવામાં આવશે.

તેમ જ નાના વિક્રેતા કે ઉત્પાદક, ફેરિયા, હંગામી સ્ટોલધારક જેવા નાના અન્ન વ્યવસાયિકો પાસે નોંધણી પ્રમાણપત્ર નહીં હોય તો 1 લાખ રૂપિયા સુધી દંડ કરવામાં આવશે. તેથી ખાદ્યપદાર્થ વિક્રેતાઓએ એફએસએસએઆઈની વેબસાઈટ પર તરત નોંધણી કરાવી જરૂરી દસ્તાવેજ સહિત લાયસંસ લેવું નહીં તો તેમના પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે એવો ઈશારો માનેએ આપ્યો છે. ખાદ્યપદાર્થો સંદર્ભે કોઈ પણ ભેળસેળ મળશે અથવા ખાદ્યપદાર્થોના દરજ્જા બાબતે કોઈ ફરિયાદ હોય તો એ બાબતની વિગતવાર માહિતી એફડીએના ટોલ ફ્રી નંબર પર કરવી, તેમ જ વ્યવસાયિક પાસે પ્રમાણપત્ર છે કે નહીં એની ખાતરી કરવી. કોઈ પણ વસ્તુનું બિલ લેવું એવી હાકલ તેમણે કરી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
