July 27, 2024
11 11 11 AM
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, બોનસ શેરની કરી જાહેરાત, ફ્રી મળશે 3 શેર
શિરડી સાંઈ બાબા મંદિરમાં સુરક્ષાને મુદ્દે હાઈ કાર્ટે કમિટી ગઠીત કરી
Health Tips – ઘઉં નહીં આ લોટની રોટલી ખાવાની કરી દો શરુઆત, લોખંડ જેવું મજબૂત અને નિરોગી રહેશે શરીર
Breaking News
પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, બોનસ શેરની કરી જાહેરાત, ફ્રી મળશે 3 શેર શિરડી સાંઈ બાબા મંદિરમાં સુરક્ષાને મુદ્દે હાઈ કાર્ટે કમિટી ગઠીત કરી Health Tips – ઘઉં નહીં આ લોટની રોટલી ખાવાની કરી દો શરુઆત, લોખંડ જેવું મજબૂત અને નિરોગી રહેશે શરીર

સીસીટીવી ફૂટેજમાં નજરે પડેલા શ્વાનને શોધી કાઢી પોલીસે હત્યા કેસ ઉકેલ્યો

સીસીટીવી કૅમેરાનાં ફૂટેજમાં નજરે પડેલા શ્વાનને શોધી કાઢી નવી મુંબઈ પોલીસે કચરો વીણનારા શખસની હત્યાનો કેસ ઉકેલ્યો હતો. નેરુળ પોલીસ સ્ટેશનના એપીઆઈ સચિન ધાગેએ જણાવ્યું હતું કે 13 એપ્રિલની વહેલી સવારે નેરુળ પરિસરમાંથી લોહીના ખાબોચિયામાં પડેલા 45 વર્ષના શખસનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પ્રકરણે અજાણ્યા શખસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. બે દિવસમાં જ 15 એપ્રિલે આરોપી પોલીસની પકડમાં આવી ગયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસવામાં આવ્યાં હતાં. મૃતકના માથા પર આરોપીએ ભારે વસ્તુ ફટકારી હતી. બેભાન થઈ મૃતક રસ્તા પર ઢળી પડ્યા પછી આરોપી ત્યાંથી પસાર થઈ ગયો હોવાનું ફૂટેજમાં નજરે પડ્યું હતું.

જોકે ફૂટેજમાં આરોપીનો ચહેરો આંશિક રીતે નજરે પડતો હતો અને આસપાસ કોઈ હાજર નહોતું. બીજા કૅમેરાનાં ફૂટેજમાં ઘટનાસ્થળે કાળો શ્વાન નજરે પડતો હતો. શ્વાનના પેટ પર સફેદ પટ્ટો હોવાનું દેખાતું હતું. વળી, હુમલો થયા છતાં શ્વાન ભસ્યો ન હોવાનું એપીઆઈ ધાગેએ નોંધ્યું હતું.

પોલીસને શંકા હતી કે શ્વાન આરોપીને ઓળખતો હશે એટલે તે આરોપીને જોઈ ભસતો નહોતો. પરિણામે પોલીસે શ્વાનને શોધવાની કવાયત હાથ ધરી હતી. આખરે પોલીસને નેરુળ ફ્લાયઓવર નીચેથી ફૂટેજમાં નજરે પડેલો રખડતો શ્વાન મળી આવ્યો હતો. બ્રિજ પાસે હાજર એક વ્યક્તિએ પોલીસને માહિતી આપી હતી કે એ શ્વાન હંમેશાં ‘ભુર્યા’ નામના શખસ સાથે ફરતો હોય છે. પોલીસે બ્રિજથી થોડે જ અંતરે સૂતેલા ભુર્યા ઉર્ફે મનોજ પ્રજાપતિને તાબામાં લીધો હતો.

પૂછપરછમાં ભુર્યાએ કબૂલાત કરી હતી કે તે મૃતકની સાથે જ બ્રિજ નીચે રહેતો હતો. ઘણી વાર મૃતક ભુર્યાની સાથે મારપીટ કરી તેના રૂપિયા ઝૂંટવી લેતો હતો. આ વાતે રોષે ભરાઈ તેણે જ હત્યા કરી હતી. પોલીસે મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. 

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us