July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

મુલુંડ અને ભાંડુપમાં ચોમાસા પહેલા વૃક્ષોનું ટ્રીમીંગ શરુ… ગેરકાયદે પાર્ક થયેલા વાહનોને કારણે ઊભો થઈ રહ્યો છે અવરોધ

ચોમાસા પહેલાંની પ્રવૃત્તિઓના ભાગરૂપે બૃહમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઉદ્યાન વિભાગ દ્વારા મોટાં- મોટાં વૃક્ષોની ડાળીઓનું ટ્રિમિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ચોમાસામાં જોરદાર પવન દરમ્યાન જોખમી બનનારાં વૃક્ષોનું ૩૫થી ૪૦ ટકા જેવું ટ્રિમિંગ કરવામાં આવી રહ્યું છે. એ અનુસાર મુલુંડમાં ૪૨૨૮ અને ભાંડુપમાં ૫૭૫૮ વૃક્ષોનું ટ્રિમિંગ BMC આવતા ૨૦ દિવસમાં કરશે. હાલમાં બન્ને વિસ્તારમાં આશરે ૩૦ ટકા જેવું કામ પૂરું થયું હોવાનું BMCએ જણાવ્યું હતું. જોકે વૃક્ષ ટ્રિમ કરવા માટે રાખેલા કૉન્ટ્રેક્ટરોએ BMCમાં ફરિયાદ કરી છે કે આ કામમાં રસ્તા પર ગેરકાયદે પાર્ક કરવામાં આવેલાં વાહનોને કારણે અવરોધ ઊભો થતો હોય છે જેને હટાવવાની કોશિશ કરતાં કેટલાક વાહનચાલકો ઝઘડો પણ કરતા હોય છે.

આ વર્ષે BMCના ઉદ્યાન વિભાગે મુંબઈમાં લગભગ ૧,૮૬,૨૪૬ મોટાં વૃક્ષોનો સર્વે કર્યો હતો. એમાંથી ૧,૧૧,૬૭૦ જેટલાં વૃક્ષોનું ટ્રિમિંગ કરવાની જરૂર જણાઈ હતી. પાંચમી એપ્રિલ સુધીમાં ૧૨,૪૬૭ વૃક્ષોનું ટ્રિમિંગ કરવામાં આવ્યું છે. આ કોમ ૭ જૂનના અંત સુધીમાં પૂરું કરવામાં આવશે. આ માટે BMCના ઉદ્યાન વિભાગે તમામ વહીવટી વિભાગો પાસે જરૂરી મશીનરી અને માનવબળ તૈયાર કર્યાં છે. મુલુંડમાં કુલ ૬૯૨૪ વૃક્ષો છે, જેમાંથી ૪૨૨૮ વૃક્ષોનું ટ્રિમિંગ કરવામાં આવશે. એવી જ રીતે ભાંડુપમાં કુલ ૬૯૫૮ વૃક્ષો છે, જેમાંથી ૫૭૫૮ વૃક્ષોનું ટ્રિમિંગ કરવામાં આવશે.

મુલુંડમાં ઘણી જગ્યાએ ગેરકાયદે પાર્ક કરાયેલાં વાહનોને કારણે વૃક્ષોના ટ્રિમિંગ માટે નિયુક્ત કરવામાં આવેલા કૉન્ટ્રેક્ટરોને કામ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એમ જણાવતાં મુલુંડના ‘ટી’ વૉર્ડના ઉદ્યાન વિભાગના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘ઘણી વાર આ વાહનોના ડ્રાઇવરો કે માલિકો સંબંધિત વિસ્તારમાં હાજર હોતા નથી એટલે તેમની પરવાનગી વગર વાહન હટાવી શકાય નહીં. આવા કિસ્સામાં પરેશાની થઈ રહી છે. મુલુંડની આશરે ૧૦૦ કરતાં વધારે હાઉસિંગ સોસાયટીઓ, સરકારી તથા અર્ધસરકારી સંસ્થાઓ, ખાનગી જગ્યાઓ વગેરેને વૃક્ષોની સંભાળ રાખવા અને એમનું ટ્રિમિંગ કરવાની નોટિસ ફટકારવામાં આવી છે.’

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us