July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

થાણા સ્થિત ગાંવદેવી મેદાન ખાનગી સંસ્થાને આપવાના માટેના ટીએમસીના પ્રસ્તાવ સામે વિરોધ પ્રદર્શન

થાણા સ્થિત ગાંવદેવી મેદાન ખાનગી સંસ્થાને આપવાના માટેના ટીએમસીના પ્રસ્તાવ સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હોવાનું બહાર આવ્યું છે. થાણેમાં બાળકોને રમવા માટે રમતગમતનાં મેદાનો બચ્યાં નથી ત્યારે હવે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC)નું ગાંવદેવી મેદાન પણ ખાનગી સંસ્થાઓને આપવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. ખાનગી સંસ્થાઓ દ્વારા આ સ્થળે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાતા હોવાથી બાળકોને રમવા માટે ગાંવદેવી મેદાન ઉપલબ્ધ નહીં થઈ શકે એમ હોવાથી રમતપ્રેમીઓએ નારાજગી વ્યક્ત કરી છે. સામાજિક કાર્યકરોએ ચેતવણી આપી છે કે TMCએ ગાંવદેવી મેદાનનો ક્રમર્શિયલ ઉપયોગ બંધ કરવો જોઈએ, નહીં તો ઉગ્ર જનઆંદોલન કરવામાં આવશે.

ગાંવદેવી ખાતે અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂરો થઈ રહ્યો છે અને એ ૭૦૦ ચોરસ મીટરમાં બનાવવામાં આવ્યો છે. ભૂગર્ભ પાર્કિંગ પ્રોજેક્ટ અમલમાં આવ્યો એ પહેલાં અહીં માત્ર રમતનું મેદાન હતું એટલે રમતપ્રેમીઓ મોટી સંખ્યામાં અહીં રમવા આવતા હતા. શહેરની મધ્યમાં આવેલું આ ગ્રાઉન્ડ ખૂબ જૂનું છે અને પાર્કિંગ-પ્રોજેક્ટને કારણે ગ્રાઉન્ડને નુકસાન ન થાય એવી પર્યાવરણ અને રમતપ્રેમીઓએ માગણી કરી હતી. જોકે બીજી તરફ આ મેદાન રમતપ્રેમીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હોવાનો દાવો TMC વતી કરવામાં આવી રહ્યો છે.

આ મેદાનનો મોટા ભાગે ખાનગી સંસ્થાઓ દ્વારા ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે અને TMCએ પણ આ મેદાન ખાનગી સંસ્થાઓને આપી દીધું છે એમ જણાવતાં થાણેના એક સામાજિક નાગરિકે કહ્યું હતું કે ‘TMC આ મેદાન ખાનગી સંસ્થાઓને ભાડે આપીને ભાડું વસૂલ કરી રહ્યું છે. આ સંદર્ભે રમતપ્રેમીઓએ થાણે મ્યુનિસિપલ કમિશનર સૌરભ રાવને નિવેદન આપ્યું છે અને આ નિવેદનમાં તેમણે ગાંવદેવી મેદાનનો વ્યાવસાયિક ઉપયોગ બંધ કર્યો નથી અને જો આ મેદાન રમતપ્રેમીઓને ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે એવી ચીમકી આપવામાં આવી છે.’

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us