
થાણેના મુંબ્રામાં રશીદ કમ્પાઉન્ડમાં ગ્રાઉન્ડ પ્લસ સાત માળની જિકા મહલ નામની બિલ્ડિંગમાં ગુરુવારે વહેલી સવારે લિફ્ટનો રોપ વે સાતમા માળ પરથી તૂટીને નીચે પડયો હતો, જેમાં લિફ્ટમાં રહેલા પાંચ લોકોમાંથી ત્રણ જખમી થયા હતા, જેમાં એક પાંચ વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ગુરુવારે વહેલી સવારના ૫.૩૦ વાગે જિકા મહલ બિલ્ડિંગમાં સાતમા માળ પરથી લિફ્ટમાં છ લોકો દાખલ થયા હતા.

લિફ્ટનો રોપવે અચાનક તૂટતા તે ધડામ દઈને નીચે ગ્રાઉન્ડ ફલોર પર પટકાઈ હતી, તેને કારણે લિફ્ટમાં રહેલા છ લોકોમાંથી ત્રણ જખમી થયા હતા. તેમને તરત કલવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જખમોમાં ૩૦ વર્ષના ઈશ્વાન શેખ, નવ વર્ષની બાળકી આયશા શેખ અને પાંચ વર્ષની બાળકી ઈકરા શેખનો સમાવેશ થાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
