
ઈંડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને દેશના જૈન મંદિર, તીર્થના દર્શન કરવા આ યોજના તૈયાર કરી છે. એના માટે ભારત ગૌરવ ટુરિઝમ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે અને આ ટ્રેન દ્વારા જૈન યાત્રા કરી શકાશે. મુંબઈથી 31 માર્ચથી 8 રાત અને 9 દિવસના પ્રવાસ માટે આ ટ્રેન ઉપડશે. આઈઆરસીટીસીએ ભારત સરકારના જુઓ આપણો દેશ અને એક ભારત શ્રેષ્ઠ ભારત ઉપક્રમ માટે દેશ અંતર્ગત પર્યટનને ઉત્તેજન આપવા ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેન ચલાવવા વિશેષ પર્યટન ટ્રેન યોજના શરૂ કરી છે.
આઈઆરસીટીસીએ જૈન યાત્રાના પર્યટકો માટે સ્પેશિયલ અને પૂર્ણપણે થર્ડ એસીવાળા કોચવાળી ટ્રેનની વ્યવસ્થા કરી છે. એલએચબી ડબ્બાવાળી આ ટ્રેનમાં આધુનિક રસોડું, ઉત્તમ સીટ વ્યવસ્થા જેવી સુવિધા આપી છે. ઉપરાંત દરેક ડબ્બામાં સીસીટીવી કેમેરા અને સુરક્ષારક્ષક તૈનાત હશે. તેમ જ આ ટ્રેનમાં કુલ 750 પર્યટકોનો સમાવેશ થઈ શકશે.

આઈઆરસીટીસી ટુર દરમિયાન પર્યટકોને સુરક્ષિત અને નિરોગ પ્રવાસ કરાવવા બધી જરૂરી તકેદારીના ઉપાય કરવામાં આવ્યા છે. તેમ જ ધર્મશાળા કે હોટેલમાં રહેવાની વ્યવસ્થા, સવારના ચા-નાસ્તો, બપોરનું ભોજન, ચા-કોફી અને સાંજના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ભોજન પૂર્ણપણે જૈન પદ્ધતિનું હશે. તેમ જ પર્યટકોને ધાર્મિક સ્થળે લઈ જવા માટે એસી વાહનની વ્યવસ્થા હશે.
આઈઆરસીટીસીની આ યોજના માટે વ્યક્તિદીઠ 24 હજાર 930 રૂપિયા શુલ્ક નક્કી કરવામાં આવ્યું છે. તેમ જ પર્યટકો માટે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈને ઓનલાઈન રિઝર્વેશન કરવાની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. વહેલો તે પહેલોના ધોરણે ઓનલાઈન રિઝર્વેશન આપવામાં આવે છે એવી માહિતી આઈઆરસીટીસી દ્વારા આપવામાં આવી છે.

આ જૈન તીર્થોનો સમાવેશ
જૈન યાત્રા ટુર પેકેજ ભારતીય રેલવે, આઈઆરસીટીસીએ ભારત ગૌરવ ટુરિઝમ ટ્રેન દ્વારા ચલાવેલી મુખ્ય આધ્યાત્મિક પ્રવાસ યોજનામાંથી એક છે. આ ટુરમાં 8 રાત અને 9 દિવસનો કુલ 4 હજાર 500 કિલોમીટરનો ધાર્મિક પ્રવાસ પર્યટકો કરી શકશે. આ પ્રવાસમાં જૈન ધર્મના લોકો સાથે સંબંધિત મહત્વના ઠેકાણાનો સમાવેશ છે. આ જૈન યાત્રા 31 માર્ચ 2025ના બાન્દરા ટર્મિનસથી શરૂ થશે. આ ટ્રેનમાં બાન્દરા ટર્મિનસ, બોરીવલી, વાપી, વલસાડ, ભેસ્તાન (સુરત), ભુસાવળ, ઈટારસી, જબલપુર, સતના રેલવે સ્ટેશનથી પ્રવાસીઓ ચઢી શકશે. આઈઆરસીટીસીની જૈન યાત્રા વિશેષ ટુરમાં પાવાપુરી, કુંડલપુર, ગુણિયાજી, લચ્છવાડ, રાજગીરી, પારસનાથ, રુજુવાલિકા, સમ્મેતશિખરના દર્શન કરીને મુંબઈનો વળતો પ્રવાસ શરૂ થશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
