
દેશભરમાં હોલિકા દહનના કાર્યક્રમોની ઉજવણી થાય છે. હોલિકાનું દહન એટલે કે તે તમામ પ્રવૃ્તિઓનું દહન જે આપણા સમાજને રાક્ષસની જેમ કોરી ખાય છે.
સમાજમાં આવા ઘણા રાક્ષસો છે જે આપણી યુવાપેઢીને પતન તરફ લઈ રહ્યા છે અને તેમાનું એક છે જંક ફૂડ. આપણું હેલ્ધી અને ટેસ્ટી પારંપારિક ખાવાપીવાનું છોડી બાળકો અને યુવાનો તો શું મોટી વયના પણ હવે જંક ફૂડ અને પીણા તરફ વળ્યા છે. પિત્ઝા, પાસ્તા, બર્ગર, મેંદાની વસ્તુઓ, બ્રેડની વસ્તુઓ શરીર માટે સારી ન હોવાનું વારંવાર કહેવા છતાં આ જ આરોગવામાં આવે છે અને તેના વરવા પરિણામો પણ આપે જોઈ રહ્યા છે.

નાના બાળકોથી લઈ મોટાઓમાં સ્થૂળતા, ડાયાબિટિઝ, હાર્ટ ડિસિઝ વધી રહ્યા છે. આવો બીમાર સમાજ દેશને કઈ રીતે આગળ વધારશે તે ચિંતા સૌને સતાવી રહી છે ત્યારે દક્ષિણ મુંબઈના બીજા કુંભારવાડા મિત્ર મંડળે એક સારો સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
