
હોળીના તહેવારમાં લોકો જોરદાર મસ્તી કરે છે. આ દિવસે રંગથી રમવાની સાથે સ્વાદિષ્ટ પકવાન પણ ખાવામાં આવે છે. આ દિવસે કેટલાક લોકો ભાંગવાળી ઠંડાઈ પી લેતા હોય છે. તેવામાં જો કોઈને ભાંગ ચઢી જાય તો તેને કેવી રીતે ઉતારવી આજે તમને જણાવીએ.
લીંબુ

લીંબુ ખાટું હોય છે. તેનો ઉપયોગ કરવાથી નશો તુરંત ઉતરી જાય છે. હુંફાળા પાણીમાં લીંબુ મિક્સ કરી પીવડાવી દેવું.
આદુ

ભાંગનો નશો ઉતારવા માટે આદુ પણ અસરકારક સાબિત થાય છે. આદુનો એક ટુકડો વ્યક્તિને મોંમાં આપી દેવો જોઈએ. તેનાથી નશો ઉતરવા લાગે છે.

નાળિયેર પાણી

નાળિયેર પાણી સ્વાસ્થ્ય માટે લાભકારી છે પરંતુ તે ભાંગ ઉતારવામાં પણ ઉપયોગી છે. ભાંગ ચઢી જાય તેને નાળિયેર પાણી પીવડાવવું જોઈએ.
દહીં

દહીં અને છાશ પણ ભાંગનો નશો ઉતારવામાં મદદ કરે છે. દહીં અથવા છાશમાં શેકેલું જીરું ઉમેરી ખવડાવી દેવાથી ભાંગ ઉતરવા લાગે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
